જૂની સોનુએ કપાવી નાખ્યા લાંબા વાળ, હાલની હેઈર સ્ટાઇલ જોઈને આંખો ફાટી જશે, યુઝર્સ માથું પકડીને બોલ્યા હે ભગવાન આ શું કરી દીધું - Chel Chabilo Gujrati

જૂની સોનુએ કપાવી નાખ્યા લાંબા વાળ, હાલની હેઈર સ્ટાઇલ જોઈને આંખો ફાટી જશે, યુઝર્સ માથું પકડીને બોલ્યા હે ભગવાન આ શું કરી દીધું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂનો સોનુ ભીડે યાદ છે ? નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુ હવે શોમાં નથી, પરંતુ લોકો તેના વિશે ઘણી વાતો કરે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નિધિ ભાનુશાળી અવારનવાર પોતાની તસવીરો દ્વારા લાઈમ લાઈટમાં આવે છે. શો છોડ્યા બાદ તે હવે એક્સપ્લોરર બની ગઈ છે. નિધિ તેના સોશ્યિલ મીડિયા પર પહાડો અને સમુદ્રની ઘણી તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની નવી પોસ્ટ દ્વારા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિધિ બાલીમાં હાલ વેકેશન મનાવી રહી છે.

ત્યારે મંગળવારે એટલે કે 19 જુલાઈના રોજ તેણે એક પોસ્ટ શેર કરી જેમાં તે છોકરાઓ જેવા હેરકટમાં જોવા મળી હતી. અભિનેત્રી નો મેકઅપ લુકમાં કેમેરા માટે પોઝ આપી રહી હતી. લુકની વાત કરીએ તો, તેણે બ્લેક સ્લીવલેસ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેર્યા હતા. ફોટામાં નિધિ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.એક યુઝરે લખ્યું આ શું કર્યું? બીજાએ લખ્યું, સોનુ તારા વાળ ક્યાં. ત્યાં કોઈએ લખ્યું કે તે સ્ટ્રેન્જર થિંગ્સના પાત્ર XI જેવી લાગે છે. નિધિની તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે પૂછ્યું, “તમે તમારા વાળનું શું કરી દીધુ.”

એક યુઝરે કમેન્ટ કરી, “ટકલી કેમ બની યાર…ખૂબ ખરાબ.” એક યુઝરે લખ્યું, “આ શું છે યાર? તમે પહેલા ખૂબ જ સુંદર અને સ્વીટ હતા. હવે તમે શું બની ગયા છો? એક યુઝરે ગુસ્સે થઈને લખ્યું કે, “માણસને ભગવાને આટલો સારો દેખાવ આપ્યો છે, પણ તેને ખબર નથી કે તે શું કરે છે?” જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી હોય. તે અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી પરંતુ ચાહકો હજી પણ તેને ખૂબ પ્રેમ કરે છે. જણાવી દઇએ કે,થોડા દિવસો પહેલા નિધિએ થાઈલેન્ડની સેક્રેડ રિવરની તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્લુ બિકીમાં જોવા મળી હતી. તેના બિકી અવતારને લોકોએ પસંદ કર્યો હતો અને લોકો તેને ખૂબ જ હોટ પણ કહી રહ્યા હતા.

જણાવી દઈએ કે નિધિ ભાનુશાળીએ લગભગ 6 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવ્યું. તેણે 2012માં સોનુની ભૂમિકામાં પ્રવેશ કર્યો જ્યારે ઝીલ મહેતાએ શો છોડી દીધો. નિધિએ વર્ષ 2018માં શોને અલવિદા કહ્યુ હતુ. હવે નિધિ એક વ્લોગર તરીકે કામ કરી રહી છે. તે ભારત અને વિદેશમાં પ્રવાસ કરી રહી છે. તેની સાથે તેના વીડિયો અને માહિતી શેર કરી રહી છે.

Live 247 Media

disabled