આ દિગ્ગજ અભિનેત્રી નીકળી ઘરેથી ફરવા, પરંતુ કયારેય ન પહોંચી શકી ઘરે પરત- રસ્તામાં જ મળ્યુ મોત
ક્યારેક ફરવું જીવલેણ બની જાય છે. આવું જ કંઇક થયું જ્યારે એક અભિનેત્રી બહાર ફરવા નીકળી હતી, પરંતુ અચાનક તેની સાથે એવો અકસ્માત થયો કે તે પોતાના ઘરે પરત ન પહોંચી શકી. આ અકસ્માત અભિનેત્રી સાથે પ્રવાસ દરમિયાન થયો હતો. આ સફરમાં તે સ્પીડ બોટ પર પાણીમાંથી પસાર થઈ રહી હતી પરંતુ અચાનક તેનું મોત થઈ ગયું. ધ સનના રીપોર્ટ અનુસાર, નિદા નિદા પચરાવીરાફોંગ તેના મિત્રો સાથે 24 ફેબ્રુઆરીએ ચાઓ ફ્રાયા નદીમાંથી બેંગકોકમાં બોટ પર જઈ રહી હતી.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, થાઈલેન્ડની અભિનેત્રી નિદા બોટની પાછળની બાજુએ બેઠી હતી. અચાનક નિદા પાણીમાં પડી ગઈ અને કોઈને તેના વિશે ખબર પણ ન પડી. જ્યારે મિત્રોને ખબર પડી કે તેમની મિત્ર બોટમાં નથી, ત્યારે તેઓએ સ્પીડબોટ વડે લગભગ 20 મિનિટ સુધી પાણીમાં તેની શોધ કરી. પરંતુ બાદમાં સ્થાનિક અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. જે બાદ 30 ડાઇવર્સની ટીમને વિસ્તારની શોધખોળ માટે મોકલવામાં આવી હતી.
View this post on Instagram
નિદાનો ભાઈ દેસ દેજાબ શોધખોળ અને બચાવ અભિયાનમાં જોડાયો. કથિત રીતે કંઈક પાણીમાં તરતું જોવા મળ્યું હતું. જે બાદ અભિનેત્રીની ઓળખ થઈ હતી. નિદાના ભાઈએ કહ્યું- ‘પરિવારમાં દરેક વ્યક્તિ જે પીડામાંથી પસાર થઈ રહી છે તે અસહ્ય છે. અમે અમારી બહેનને ખૂબ પ્રેમ કરતા હતા અને તે અમને ઘણી ખુશીઓ આપતી હતી. હું દરેકનો તેમના પ્રયત્નો માટે આભાર માનવા માંગુ છું. હવે હું તેને ઘરે પાછો લેવા આવ્યો છું. નિદાની માતાએ કહ્યું કે ‘તેમની પુત્રી સારી તરવૈયા હતી અને જે બન્યું તે માની શકતી ન હતી’.
View this post on Instagram