નિયા શર્માએ બ્લૂ કટ આઉટ ટોપ પહેર્યું પણ લબડતી સાઈઝ ચોખ્ખી દેખાઈ ગઈ, યુઝર્સે કહ્યું આને જરાય શરમ નથી આવતી - Chel Chabilo Gujrati

નિયા શર્માએ બ્લૂ કટ આઉટ ટોપ પહેર્યું પણ લબડતી સાઈઝ ચોખ્ખી દેખાઈ ગઈ, યુઝર્સે કહ્યું આને જરાય શરમ નથી આવતી

ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંની એક નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચર્ચામાં પણ રહેતી હોય છે. તે તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે.ટીવી સ્ક્રીન પર પોતાની બોલ્ડનેસના જલવા વિખેરી ચૂકેલી નિયા શર્મા તેની બોલ્ડનેસને કારણે ઘણીવાર ટ્રોલ થઇ ચૂકી છે. હાલમાં પણ તે તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે. નિયાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા લેટેસ્ટ ફોટોશૂટમાં નિયાએ રોયલ બ્લુ ફ્રન્ટ ઓપન ટોપ પહેર્યું છે. તેના આ ટોપમાં આગળથી એક વિશાળ કટ છે. નિયાએ આ ટોપ સાથે ડેનિમ બ્લુ જીન્સ મેચ કર્યુ છે. ત્યાં તેણે આ લુક સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે. નિયા શર્માની આ તસવીરોને અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવી છે. યુઝર્સ આ તસવીર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને રિએક્શન આપી રહ્યા છે.

તેના પર કમેન્ટ કરતાં એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘દીદી તમે બહુ હોટ છો.’ અન્ય એકે લખ્યુ છે, ‘ઉર્ફીની બીમારી બધાને લાગી રહી છે.’ બીજા એકે લખ્યુ, દરેક વ્યક્તિ ઉર્ફી જાવેદની જેમ વર્તે છે. એકે લખ્યું, થોડી તો શરમ રાખો, આ આપણી સભ્યતા નથી. નિયાના આ ફોટા પર આવી બીજી પણ ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. તમને જણાવી દઈએ કે નિયા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 70 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

તેની દરેક તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તમને જણાવી દઇએ કે, નિયા શર્મા પહેલા પણ તેની બોલ્ડનેસને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. પરંતુ તેને આવી કોઇ પણ વાતોથી કોઇ ફરક પડતો નથી. તે બિંદાસ અંદાજમાં જ જોવા મળે છે. તે તેની પસંદના જ કપડા પહેરે છે.નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીને ધારાવાહિક “જમાઇ રાજા”થી ઘણી પોપ્યુલારિટી મળી હતી. આ પહેલા તે “એક હઝારો મેં મેરી બહેના હે”માં જોવા મળી હતી.

આ બંને શોમાં લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. નિયાની હાલમાં જ વેહ સીરીઝ “જમાઇ રાજા 2.0” આવી. તે સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી ચૂકી છે. નિયાએ વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં કામ કર્યુ હતુ. તે રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં એક કંટેસ્ટેંટ તરીકે જોવા મળી હતી, જેમાં તે 8માં સ્થાન પર રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

Live 247 Media

disabled