નેહા કક્કરે બેડરૂમમાં કાળી નાઇટી આપ્યા કાતિલ પોઝ, જોતા જ ભાન ભૂલી જશો - Chel Chabilo Gujrati

નેહા કક્કરે બેડરૂમમાં કાળી નાઇટી આપ્યા કાતિલ પોઝ, જોતા જ ભાન ભૂલી જશો

મશહૂર સિંગર નેહા કક્કર તેના ગીતો સિવાય ડ્રેસિંગ સેન્સ અને ક્યુટનેસ માટે પણ ઓળખાતી હોય છે. થોડા સમય પહેલા જ નેહા કક્કરે તેના બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે. બોલિવૂડ સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા ચાહકોની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેવામાં થોડા સમય પહેલા જ નેહા કક્કરે કેટલીક તસવીરો શેર કરી છે જે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ તસવીરોમાં નેહા કક્કર બેડ પર સુતા દિલકશ અદાઓ આપતી નજર આવી રહી છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં બ્લેક કલરની નાઇટી પહેરેલી છે તેની સાથે તેણે ચશ્મા પહેરીને પુસ્તક વાંચતી દેખાઈ રહી છે. નેહા કક્કર આ તસવીરોમાં હદ કરતા વધારે ક્યૂટ લાગી રહી છે. આ તસવીરોને નેહા કક્કરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને એક પોસ્ટ લખીને લોકોને સવાલ પૂછી રહી છે.

તસવીરોને શેર કરતા નેહા કક્કરે સવાલ પૂછ્યો હતો કે,’ ગુડ મોર્નિંગ, તમે લોકો હજી સુધી બેડ પર છો કે પછી બ્રેકફાસ્ટ ટેબલ પર છો?’. નેહા કક્કરની આ તસવીરો પર ઘણા સેલિબ્રિટી કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપરાએ કોમેન્ટ કરી કે ‘કયુટી’. તેની સાથે હસવા વાળું ઈમોજી અને હાર્ટ વાળું ઈમોજી પણ બનાવ્યું હતું. નેહાનો ભાઈ ટોની કક્કરે કોમેન્ટ કરી હતી કે,’તું આટલી ક્યૂટ છે.’ તેમજ તેની બહેને લખ્યું ‘ક્યૂટેસ્ટ’.

નેહા કક્કરે રોહનપ્રિત સાથે 22 ઓક્ટોમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નેહા અવાર નવાર તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં બનેલી રહેતી હોય છે. બંને તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતા હોય છે અને ઘણી વખત તસવીરો શેર કરીને ચાહકોનોપ્રેમ જોતા હોય છે.

નેહા કક્કર અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. નેહા કક્કરની દરેક તસવીર પર ચાહકો ખુબ પ્રેમ વરસાવતા હોય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ નેહા કક્કરની ગીત ‘નારાઝગી’ રિલીઝ થયું હતું. આ ગીતમાં નેહા કક્કર સાથે અક્ષય ઓબેરોય નજર આવ્યા હતા. આ ગીતને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બોલીવુડની ક્યૂટ સિંગર નેહા કક્ક્ડ આજકાલ સોની ટીવી પર આવતો રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સીઝન 11ને જજ કરી રહી છે. નેહા કક્ક્ડ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજકાલ તે એક તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે.

નેહાનું સ્ટારડમ કોઈ એક્ટ્રેસથી ઓછું નથી. નેહા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નેહા સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા નેહા કતરના દોહામાં ગઈ હતી. નેહા ત્યાં વેસ્ટિન હોટેલમાં રોકાઈ હતી. નેહાની ત્યાંને મહેમાનગતી બહુ જ પસંદ આવી હતી. નેહાએ તે હોટલનો સારી મહેમાનગતી કરવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આભર વ્યક્ત કર્યો હતો.

ખૂબ જ સંઘર્ષ કરીને લોકો વચ્ચે લોકપ્રિય થઈને સેલેબ્રીટી બનેલી નેહા કક્ક્ડનો જન્મ 6 જૂન 1988ના રોજ થયો હતો. આજે આખી દુનિયા તેના ગીતોના તાલે ઝૂમે છે જયારે એક સમય હતો કે એ માતાજીના જગરાતામાં ગીતો ગાતી હતી.

એક સમયે ઇન્ડિયન આઇડલ શોમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી નેહા કક્કર આજે એ જ શોની જજ છે. તે સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં પણ જજ રહી ચૂકી છે. ઋષિકેશથી મુંબઈ સુધીની સફર નક્કી કરનારી નેહા કક્કરનું જીવન સંઘર્ષથી ભર્યું રહ્યું છે.

નેહા કક્કડ ઋષિકેશ, ઉત્તરાખંડની રહેવાસી છે. ઋષિકેશની જે સ્કૂલમાં નેહા ભણતી હતી એ જ સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવારમાં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ન હતા. માતાજીના જગરાતામાં ભજનો ગાઈને નેહાએ પોતાના અવાજને નીખાર્યો હતો. અહીં જ તેની પ્રાથમિક તાલીમ થઇ હતી.

નેહાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વાતને લઈને તેને સ્કૂલના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહાએ ક્યારેય પણ પોતાનું મનોબળને પડવાં દીધું ન હતું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનતના બળે નેહાએ આજે આ મુકામ મેળવ્યો છે.

નેહાએ 4 વર્ષની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશનના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી. નેહાએ તેની કરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોની સેકન્ડ સિઝન સાથે કરી હતી.

એ સમયે નેહા ફક્ત 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. સંજોગોવસાત નેહા ‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) માં વધુ આગળ વધી શકી ન હતી. બોલિવૂડની હાલની સફળ ગાયિકા નેહા કક્કડે પોતે ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પણ અહીં સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે.

હાલમાં નેહા હાલ વર્સોવા સ્થિત 3 બી.એચ.કે. ઍપાર્ટમેન્ટમાં રહે છે જેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે. નેહા આજે બોલિવૂડની ટોચની અને સૌથી મોંઘી ગાયિકાઓમાની એક છે. નેહા એક ગીત ગાવા માટે 10થી 15 લાખ લઈ રહી છે. જો તેને કોઈ ફિલ્મ અથવા પ્રોજેક્ટમાં ગીત કમ્પોઝ કરવાનું કહેવામા આવે તો તે 2 થી 3 લાખ રૂપિયાનો માત્ર મહિનાનો ચાર્જ લે છે.

નેહાએ આભાર વ્યક્ત કરતા લખ્યું હતું કે, આટલી સારી મહેમાનગતી કરવા માટે વેસ્ટિન દોહનો આભાર. ખાસ કરીને સ્પા અને હાથથી બનેલી ઢીંગલી માટે. નેહાએ દોહાથી બાથરૂમનીઓ તસ્વીર શેર કરી હતી. નેહા અલગ-અલગ પોઝમાં તસ્વીર ખેંચાવતી નજરે પડી હતી.

આ તસ્વીરમાં નેહા બાથરોબમાં નજરે આવી રહી છે. આ સાથે જ તેને પગમાં હોટેલના ચંપલ પહેર્યા છે. નેહાની આ તસ્વીર લોકોને બહુ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે, નેહાને હાથે બનાવેલી ઢીંગલી ગિફ્ટ કરી હતી જે નેહા જેવી દેખાઈ છે. નેહાએ આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

આ તસ્વીરમાં નેહા મીની સ્કર્ટ, ટીશર્ટ-કૈપ પહેરી છે. ફેન્સને નેહાનો આ લુકમાં બેહદ ક્યૂટ લાગી રહ્યો છે. સૌથી ખાસ તો એ છે કે, બધી તસ્વીરમાં નેહાનો ખુબસુરત હસતો ચહેરો જોવા મળે છે.

Live 247 Media

disabled