7 વર્ષ નાના પતિ ઉપર નેહા કક્કરે ચડાવી દીધા હોઠ, તસવીરો જોઈને લોકોએ આંખો બંધ કરી દીધી શરમના મારે - Chel Chabilo Gujrati

7 વર્ષ નાના પતિ ઉપર નેહા કક્કરે ચડાવી દીધા હોઠ, તસવીરો જોઈને લોકોએ આંખો બંધ કરી દીધી શરમના મારે

બોલિવૂડ સિંગર્સ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે 24 ઓક્ટોબર સોમવારના રોજ એટલે કે દિવાળીના દિવસે તેમના લગ્નની બીજી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. નેહાએ તેના પરિવાર સાથે લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. દિવાળી અને વર્ષગાંઠની ઉજવણી કરવા માટે બધા ભેગા થયા હતા. આ દરમિયાન નેહા અને રોહનપ્રીતે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા.

નેહાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરોની સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે રોહનપ્રીતને લિપ-કિસ કરતી જોવા મળી રહી છે. નેહા અને રોહનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વેડિંગ એનિવર્સરીના વીડિયોમાં કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે. વીડિયોમાં નેહા રોહનપ્રીતને લવ યુ કહેતી પણ જોવા મળી રહી છે. 

સાથે જ બંને ચાહકોને દિવાળીની શુભકામનાઓ પણ આપી રહ્યા છે. નેહાએ પોતાના લગ્નની વર્ષગાંઠ પરિવાર સાથે સેલિબ્રેટ કરી છે. આ દરમિયાન નેહાએ ટ્રેડિશનલ વ્હાઇટ આઉટફિટ પહેર્યો હતો અને સાથે ગ્રીન બેંગલ્સ અને ગ્રીન દુપટ્ટામાં સિંગર ખૂબ જ સુંદર લાગી રહી હતી. રોહનપ્રીતે ઓફ-વ્હાઈટ કલરનો કુર્તો, પાયજામા અને ગ્રીન પાઘડી પહેરી હતી. 

નેહાએ જણાવ્યું કે દરેકના આઉટફિટ્સ નેહાએ પોતે પસંદ કર્યા હતા. નેહાએ ફેમિલી ફોટો પણ શેર કર્યો, જેમાં તેનો ભાઈ ટોની કક્કર, તેના માતા-પિતા સહિત પરિવાર પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે વીડિયોની સાથે નેહાએ કેપ્શનમાં લખ્યું કે, અમારા લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન. નેહા કક્કર આજે ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

 તે બોલિવૂડની ટોચની ગાયિકાઓમાંની એક છે. નેહા કક્કરને યુટ્યુબથી ખ્યાતિ મળી. વર્ષ 2008માં તેનું આલ્બમ ‘નેહા ધ રોક સ્ટાર’ રિલીઝ થયું હતું. તેમનું આલ્બમ મીટ બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું.

Live 247 Media

disabled