નેહા ભસીને બર્થ ડે પાર્ટીમાં કર્યો એવો ડાંસ કે લોકોએ કહ્યુ- ઘિનૌની, શું કરી રહી છે આ ઔરત... - Chel Chabilo Gujrati

નેહા ભસીને બર્થ ડે પાર્ટીમાં કર્યો એવો ડાંસ કે લોકોએ કહ્યુ- ઘિનૌની, શું કરી રહી છે આ ઔરત…

મોડી રાત સુધી ચાલી નેહા ભસીનની બર્થ ડે પાર્ટી,  એવી એવી નાચી કે લોકો બોલ્યા કપડાં પહેરવાનું ભાન નથી આ બેશર્મને

સિંગર અને બિગબોસ 15 ફેમ બોલિવુડ સિંગર નેહા ભસીને ગુરુવારે તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેની પાર્ટીમાં ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ કેટલાક લોકો સામેલ થયા હતા. તેણે આ પાર્ટીમાં તેના ક્લોઝ ફ્રેન્ડ રાજીવ અડતિયા, રશ્મિ દેસાઇ, ઉમર રિયાઝ સહિત અનેકને ઇન્વાઇટ કર્યા હતા. નેહાની આ પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાંનો એક વીડિયો નેહાનો ઘણો ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

આ વીડિયોમાં નેહા ટેબલ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. નેહાની બર્થડે પાર્ટીના આ વીડિયો પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયોમાં સિંગર ‘એમ્પ્લીફાયર’ ગીત પર ટેબલ પર ડાન્સ કરી રહી છે. નેહાના લુકની વાત કરીએ તો, તેણે સફેદ બ્રાલેટ સાથે થાઇ હાઇ સ્લિટ સ્કર્ટ કેરી કર્યુ હતુ. આ આઉટફિટમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી હતી.

આ સિવાય એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેહા અને રશ્મિ દેસાઈ હની સિંહના ગીત ‘આજ બ્લુ હૈ પાની-પાની’ પર ડાન્સ કરી રહી છે. રશ્મિ દેસાઈ પણ નેહાની પાર્ટીમાં તેના સિઝલિંગ લુકથી લોકોના હોંશ ઉડાવતી જોવા મળી હતી. બ્લેક સ્લિટ ટાઈટ ડ્રેસમાં રશ્મિની આ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી હતી. હવે સોશિયલ મીડિયા પર જ્યાં ઘણા લોકો નેહા ભસીનને તેના જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા હતા,

ત્યાં કેટલાક લોકો સિંગરને ટ્રોલ પણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘ડાન્સ કરતા પહેલા ઢંગના કપડા પહેરી લેતી. અન્ય એક યુઝરે લખ્યું- ‘તે કેવી રીતે મટક મટક કરી રહી છે, થોડી તો શરમ કરો’. પેપરાજી વિરલ ભયાણીએ નેહા ભસીનનો આ ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કર્યો છે.

આ વીડિયોમાં નેહા ટેબલ પર ચઢી બોલ્ડ ડાંસ મૂવ્સ કરી રહી છે. કેટલાક લોકો તેને બાર ડાન્સર કહી રહ્યા છે.આ ડાન્સ પર એક યુઝરે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું – તમારા જેવી છોકરીઓના કારણે ભારતની સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. એકે લખ્યું- ઘિનૌની, શું કરી રહી છે આ ઔરત, તેણે બધી હદો વટાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે નેહા ભસીનને બોલિવૂડમાં 2007માં ‘કુછ ખાસ હૈ’ ગીતથી ઓળખ મળી હતી. આ સિવાય તેણે ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’નું ‘ધુનકી’, ‘સુલતાન’નું ‘જગ ઘૂમેયા’ જેવા ઘણા હિટ ગીતો ગાયા છે. આ સિવાય નેહા ‘બિગ બોસ ઓટીટી’ અને ‘બિગ બોસ 15’નો પણ ભાગ રહી ચૂકી છે.

Live 247 Media

disabled