આ ફેમસ અભિનેત્રી સાથે બાળપણમાં ડોક્ટર અને દરજીએ કરી હતી ગંદી હરકત, આ ડરને કારણે માતાથી છુપાવી હતી વાત - Chel Chabilo Gujrati

આ ફેમસ અભિનેત્રી સાથે બાળપણમાં ડોક્ટર અને દરજીએ કરી હતી ગંદી હરકત, આ ડરને કારણે માતાથી છુપાવી હતી વાત

બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી સાથે દરજી અલગ અલગ જગ્યાએ હાથ ફેરવતો અને ડોકટરે તો તમામ હદ પાર કરી દીધી જુઓ

અભિનેત્રી નીના ગુપ્તા લાંબા સમયથી પોતાની ઓટોબાયોગ્રાફી ‘સચ કહું તો’ માટે ચર્ચામાં છે. આ પુસ્તકમાં નીના ગુપ્તાએ અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલા ઘણા સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. આ પુસ્તકમાં નીના ગુપ્તાએ તેના બાળપણની કેટલીક ખરાબ યાદો શેર કરી છે. નીના ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે બાળપણમાં તેમનુ ડોક્ટર અને ટેલર એટલે કે દરજી દ્વારા શોષણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ તેમણે ડરને કારણે માતાને કહ્યુ ન હતુ. નીના ગુપ્તાએ પોતાના આ પુસ્તકમાં લખ્યું છે કે તે એક વખત તેના ભાઈ સાથે આંખની તપાસ કરાવવા ગઈ હતી. જ્યાં તેનો ભાઈ બહાર વેઈટિંગ રૂમમાં બેઠો હતો અને તે અંદરના રૂમમાં ટેસ્ટ કરાવતી હતી.

તેમણે લખ્યું – ડોક્ટરે મારી આંખોની તપાસ કરી અને તે પછી તે ભાગોને સ્પર્શ કરવાનું શરૂ કર્યું જેનો આંખો સાથે કોઈ સંબંધ નથી. હું ડરી ગઇ હતી અને ઘરે પાછા ફરતી વખતે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. હું ઘરના એક ખૂણામાં બેસીને ખૂબ રડી. તેમણે એવું પણ કહ્યુ કે, તેમની સાથે આવું એકવાર નહિ પરંતુ ઘણીવાર થયુ. નીના ગુપ્તા આગળ જણાવે છે કે, હું આ દુર્ઘટનાથી ખૂબ ડરી ગઈ હતી. માતાને પણ આ વિશે કહેવાની હિંમત કરી શકી નહીં. મેં વિચાર્યું કે તે કહેશે કે તે મારી ભૂલ છે. મેં તેને ઉશ્કેર્યો હશે અથવા કંઈક કર્યું હશે. આ પછી, મારે ઘણી વખત એક જ ડોક્ટર પાસે જવું પડ્યું અને તે મારી સાથે ફરીથી એ જ બધુ કરતો હતો.

નીના ગુપ્તા હજુ સુધી આ તો ભૂલી નહોતી કે જે ટેલર પાસે તે જતા તે પણ મોકો જોઈને હાથને આમ-તેમ લગાવી દેતો. મને લાગ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ નથી. જો મેં મારી માતાને કહ્યું કે હું તેની પાસે જવા માંગતી નથી, તો તે મને પૂછશે કે શા માટે અને મારે તેને કહેવું પડશે. તેઓ આગળ કહે છે કે આજકાલ ત્રણ વર્ષના બાળકને પણ સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ શીખવાડવામાં આવી રહ્યો છે. તે સમયે, કિશોરાવસ્થામાં પણ આ વાત કહેવામાં આવતી ન હતી.

નીના ગુપ્તાએ આ પુસ્તકમાં લખ્યું છે કે તેને પાછળથી ખબર પડી કે ઘણી છોકરીઓએ આવી બાબતોનો સામનો કર્યો હતો, પરંતુ કોઈએ તેમના માતાપિતાને કહેવાની હિંમત કરી ન હતી. આ પુસ્તકમાં નીના ગુપ્તાએ સિંગલ મધરથી લઈને દીકરી મસાબા ગુપ્તા અને ક્રિકેટર સર વિવિયન રિચાર્ડ્સ સુધીની પોતાની લવ સ્ટોરી વિશે પણ ખુલાસો કર્યો હતો. નીના ગુપ્તાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં અનુપમ ખેર સાથે ‘શિવ શાસ્ત્રી બાલબોઆ’, અમિતાભ બચ્ચન સાથે ‘ગુડ બાય’ માં જોવા મળશે. આ સિવાય તે વેબ સીરીઝ ‘પંચાયત 2’ અને ‘મસાબા 2’ કરી રહી છે.

Live 247 Media

disabled