અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા આની જોડે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, નામ જાણીને ઊંઘ ઉડી જશે - Chel Chabilo Gujrati

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા આની જોડે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, નામ જાણીને ઊંઘ ઉડી જશે

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીનું આ કોની જોડે લફડું ચાલી રહ્યું છે? નામ જાણીને હચમચી ઉઠશો

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાના જાવેદ જાફરીના પુત્ર મીઝાન જાફરી સાથે અફેરના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જોકે હવે નવ્યાનું નામ ફિલ્મ ‘ગલી બોય’ના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાંત ચતુર્વેદી અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાને ડેટ કરી રહ્યા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધાંત અને નવ્યા સિરિયસ રિલેશનશિપ છે. જો કે આ સમાચાર પર હજુ સુધી બંનેમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમજ નવ્યાના નાના એટલે કે અમિતાભ બચ્ચન સિદ્ધાંત ચતુર્વેદીના અભિનયના ફેન છે. જણાવી દઈએ કે જ્યારે સિદ્ધાંતની ફિલ્મ ‘ગલી બોય’ હિટ થઈ હતી ત્યારે અમિતાભે તેને ગુલદસ્તો પણ  મોકલ્યો હતો.

નવ્યા અને સિદ્ધાંત ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જોકે બંનેએ ડેટિંગના સમાચારો પર હાલ પૂરતું મૌન રાખ્યું છે. જોકે આ સમાચાર આવતા જ નવ્યા અને સિદ્ધાંત બંનેના ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદી ટૂંક સમયમાં ફિલ્મ ‘ફોન બૂથ’માં જોવા મળશે જેમાં કેટરિના કૈફ અને ઈશાન ખટ્ટર પણ જોવા મળશે.

જણાવી દઈએ કે આ પહેલા જાવેદ જાફરીના પુત્ર મીઝાનનું નામ નવ્યા સાથે જોડવામાં આવ્યું હતું. થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુ દરમ્યાન મીઝાન જાફરીએ નવ્યા સાથેના સંબંધો અને લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. ઇન્ટરવ્યુ દરમ્યાન મીઝાનને પૂછવામાં આવ્યું હતું કે જો તમારી પાસે ઓપ્શન હોય કે મારવા, લગ્ન કરવા અને હુક અપ કરવા માટે તમે સારા અલી ખાન, નવ્યા નવેલી નંદા અને અનન્યા પાંડેમાંથી કોને પસંદ કરશો તો તમારો જવાબ શું હશે?  આના પર મીઝાને કહ્યું કે તે નવ્યા સાથે લગ્ન કરવા, સારા અલી ખાન સાથે હુક અપ કરવા અને અનન્યા પાંડેને મારવા માંગીશ.

એટલું જ નહીં મીઝાને પોતાનું નામ નવ્યા સાથે જોડવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું- જ્યારે અમારા બંને વચ્ચે કોઈ સંબંધ નથી ત્યારે મારે શા માટે અપનાવવું જોઈએ. મિત્રતાનો પણ સંબંધ હોય છે. સંબંધ માત્ર બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ અને ડેટિંગનો નથી.

જણાવી દઈએ કે મે 2018માં નવ્યા નવેલી અને જાવેદ જાફરીના પુત્ર મીઝાનની  તસવીર વાયરલ થઇ હતી જેમાં બંને પાર્ટી દરમ્યાન કોઝી જોવા મળ્યા હતા. અગાઉ જુલાઈ 2017માં જ્યારે બંને એક પાર્ટીમાંથી પાછા ફર્યા હતા ત્યારે મીઝાન ગાડીમાં પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. ત્યારથી મીડિયામાં તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

જો કે પછીના એક ઇન્ટરવ્યુમાં મીઝાને સ્પષ્ટતા કરી હતી કે અમે એક જ ફ્રેન્ડ સર્કલમાંથી આવીએ છીએ. તે મારી બહેનની બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી મિત્ર પણ છે. હું કોઈની સાથે સંબંધમાં નથી. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ગયા વર્ષે મે 2020માં ગ્રેજ્યુએટ થઈ હતી. નવ્યાને  પિયાનો વગાડવું ખુબ પસંદ છે. થોડા વર્ષો પહેલા એક તસવીર સામે આવી હતી જેમાં નવ્યા તેના દાદા એટલે કે અમિતાભ બચ્ચનને પિયાનો વગાડીને દેખાડી રહી હતી.

નવ્યાએ 2016માં લંડનની ‘સેવન ઓક્સ’ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું હતું. શાહરૂખનો દીકરો આર્યન પણ આ સ્કૂલમાં હતો. સ્કૂલિંગ પછી ઉચ્ચ શિક્ષણ માટે ન્યુયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાં જોડાયા હતા. નવ્યાના પિતા નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે.

Live 247 Media

disabled