ઘનશ્યામકાકાની અંતિમ સફર: નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં જોડાયા ટીવી જગતનાં દિગ્ગજ કલાકારો - Chel Chabilo Gujrati

ઘનશ્યામકાકાની અંતિમ સફર: નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં જોડાયા ટીવી જગતનાં દિગ્ગજ કલાકારો

તારક મહેતા શોમાં નટુકાકાના પાત્રથી લોકોને હસાવનાર અને ફેમસ થનાર ઘનશ્યામ નાયકનું ગઇકાલે નિધન થઇ ગયુ હતુ, તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી ચાહકો સહિત શોના દર્શકોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે, સોશિયલ મીડિયા પર યુઝર્સ નટુકાકાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની હવે ખોટ શોમાં વર્તશે. ચાહકો કહી રહ્યા છે કે, હવે શોમાં એવું કોણ કહેશે કે શેઠજી હવે પગાર વધારો. તારક મહેતાની પૂરી ટીમે ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ આપી છે. સોમવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે કાંદિવલી વેસ્ટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

નટુકાકાના નિધનથી ચાહકો સાથે સાથે તારક મહેતાના કલાકારોને પણ આઘત લાગ્યો છે, અને તેમની અંતિમ યાત્રામાં આ આઘત કલાકારોની આંખોઆંથી વ્યક્ત થતો પણ જોવા મળી રહ્યો હતો, નટુકાકાની અંતિમ વિદાયમાં ચાહકો સાથે પાડોશીઓ અને તારક મહેતાના કલાકારો ભીની આંખે જોવા મળ્યા હતા.

આ દરમિયાન તારક મહેતા ધારાવાહિકનું મુખ્ય પાત્ર જેઠાલાલ પણ ઘનશ્યામકાકાને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન નટુકાકાના નિધનનું દુઃખ જેઠાલાલની આંખોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ખુબ જ ભાવુક જોવા મળી રહ્યા હતા.

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં જેઠાલાલ એટલે કે દીલિપ જોશી, જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી ગોગી એટલે કે સમય શાહ અને પ્રોડ્યુસર આસિત મોદી સહિત અનેક કલાકારો હાજર રહ્યા હતા.

આ દરમિયાન સૌની આંખો આંસુઓથી ભીંજાયેલી અને ચેહરા ઉપર દુઃખ પણ જોવા મળ્યું હતું નટુકાકાની અંતિમ વિદાયમાં ચાહકો સાથે પાડોશીઓ અને તારક મહેતા ધારાવાહિકના કલાકારો આવી પહોંચ્યા હતા.

નટુકાકાની અંતિમ યાત્રા આજે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી છે. તેમના અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવશે. ઘનશ્યામ નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.ઘનશ્યામ નાયક લગભગ 55 વર્ષોથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

આ સમય દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 350 હિન્દી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા, પૈસા કમાવવા માટે રસ્તાઓ પરફોર્મ કરતા હતા. ઘનશ્યામ નાયક રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ હતા.

ઘનશ્યામ નાયકને છેલ્લા વર્ષે એપ્રિલમાં કેન્સરની જાણ થઇ હતી. પરંતુ તેમ છત્તાં તેઓ સતત શુટિંગ કરી રહ્યા હતા. નટુકાકાનું કેટલાક મહીના પહેલા જ ઓપરેશન થયુ હતુ. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, તેઓ એકવાર કોરોના વાયરસથી પણ બચી જશે પરંતુ તેમને અભિનયથી દૂર રાખવામાં આવ્યા તો તેઓ પાક્કુ આ દુનિયા છોડી જતા રહેશે.

admins

disabled