આ ક્યુટનેસ પર કોઇ કેવી રીતે ફિદા ન થઇ શકે ! સાઉથ વાળીએ તો બૉલીવુડ હીરોઇનોના છક્કા છુડાવી દીધા - Chel Chabilo Gujrati

આ ક્યુટનેસ પર કોઇ કેવી રીતે ફિદા ન થઇ શકે ! સાઉથ વાળીએ તો બૉલીવુડ હીરોઇનોના છક્કા છુડાવી દીધા

બોલિવૂડ હોય કે ટોલીવુડ, એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. એવી જ એક અભિનેત્રી છે રશ્મિકા મંદાના. સુપરહિટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને રશ્મિકા મંદાનાએ ચાહકોનું દિલ જીતી લીધું છે. તેને તો નેશનલ ક્રશનો ટેગ પણ ઘણા સમય પહેલા મળી ગયો હતો. પુષ્પા ફિલ્મમાં ભલે અલ્લૂ અર્જુનની શ્રીવલ્લી સાડીમાં જોવા મળી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે. રશ્મિકા મંદાના સુંદરતાના મામલે બોલિવૂડની હસીનાઓને ટક્કર આપે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહેતા હોય છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

રશ્મિકાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફેન પેજ છે જ્યાં તેના ફોટા વાયરલ થતા રહે છે. રશ્મિકા કોઇ પણ લુકમાં હોય, ટ્રેડિશનલ કે વેસ્ટર્ન બધા લુકમાં તે કાતિલાના લાગે છે. ચાહકો તેના ફોટાને ખૂબ પસંદ કરે છે અને શેર પણ કરે છે. રશ્મિકાની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. તેના દરેક ફોટો પર લાખો લાઈક્સ આવે છે. રશ્મિકા તેના સરળ દેખાવ અને શૈલી માટે જાણીતી છે. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો રશ્મિકાની ડ્રેસિંગ સેન્સ સિમ્પલ અને કમ્ફર્ટેબલ હોવાની સાથે એલિગન્ટ લુક પણ આપે છે.

રશ્મિકા સાડીથી લઈને સૂટ અને વેસ્ટર્ન વેરથી લઈને કેઝ્યુઅલ સુધીના આઉટફિટ્સ સરળતાથી કેરી કરે છે અને તમામમાં તેનો બેસ્ટ લુક આપે છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર અવરા નવાર તેના અલગ-અલગ લુકની તસવીરો શેર કરતી રહે છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર લાઈવ આવે ત્યારે લોકો તેની સ્કિન કેર રૂટિન વિશે ઘણા પ્રશ્નો પૂછે છે, જેના જવાબ પણ તે ચાહકોને હસીને આપે છે. તેની પ્રાકૃતિક સુંદરતાની વાત કરીએ તો તેની પાછળ ઘણી વસ્તુઓ છે જે તે રોજ કરે છે.

અભિનેત્રીના મતે, સામાન્ય વસ્તુઓની મદદથી પણ ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ કલાકો સુધી મેકઅપ કર્યા પછી આ કરવું ખૂબ મુશ્કેલ છે. તેથી ત્વચાને વિશેષ કાળજીની જરૂર છે. તેની સુંદરતાએ તેને 2020માં નેશનલ ક્રશ બનાવી હતી. જો કે, અભિનેત્રીની સુંદરતા પાછળનું રહસ્ય શું છે, તે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેનો ખુલાસો કર્યો. અભિનેત્રીના કહેવા પ્રમાણે, એવી ઘણી બાબતો છે જેનું તે ખાસ ધ્યાન રાખે છે. રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને કહ્યું કે તે સવારે સૌથી પહેલા ઘણું પાણી પીવે છે.

તે માત્ર સિસ્ટમ માટે જ સારું નથી પરંતુ તે ચહેરાને ચમકદાર પણ બનાવે છે. આ ઉપરાંત, તે આખો દિવસ પાણી પીતી રહે છે, જેથી ત્વચા બહાર અને અંદર બંને બાજુથી હાઇડ્રેટ રહે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, આખા દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જણાવ્યું કે પહેલા તેની ત્વચા ખૂબ જ નિર્જીવ દેખાતી હતી. તેની પાછળ તેનો આહાર હતો. વાસ્તવમાં, તેને ઘણી શાકભાજીની એલર્જી હતી. જેમાં કાકડી, ટામેટા, કેપ્સીકમ અને બટાકાનો સમાવેશ થાય છે.

તેના સેવનથી તેની ત્વચાને એલર્જીની સમસ્યા શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તેણે એલર્જી ટેસ્ટ કરાવ્યો અને પછી આ શાકભાજીને તેના આહારમાંથી કાઢી નાખ્યો. હવે તેની ત્વચા પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તે સનસ્ક્રીન વગર ઘરની બહાર નીકળતી નથી. આ સિવાય તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને સીરમ અને મોઈશ્ચરાઈઝર લગાવો. અભિનેત્રી ગરદન, આંખોની આસપાસ દરેક જગ્યાએ મોઇશ્ચરાઇઝર લગાવે છે.

તમારા ચહેરાને દિવસમાં બે વાર ધોઈ લો. જણાવી દઈએ કે સાઉથ સિનેમા બાદ હવે રશ્મિકા બોલિવૂડમાં પણ સનસની મચાવવા તૈયાર છે. તે ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ તેની ટૂંકી કારકિર્દીમાં એક અલગ જ ઓળખ બનાવી છે.

વર્ષ 2016થી કરિયરની શરૂઆત કરનાર રશ્મિકાએ પોતાની ક્યૂટ સ્માઈલ અને એક્ટિંગના દમ પર ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન હાંસિલ કર્યું છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સને તેના અંગત જીવનનો પરિચય કરાવતી રહે છે. સાઉથ સિનેમાની ક્યૂટ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સુંદરતા અને ક્યૂટનેસના લાખો લોકો ફેન છે.

Live 247 Media

disabled