શું 'તારક મહેતા...'માં ટોર્ચર થઇ બબીતાજી ? મેકર્સ સાથે થયા ઝઘડા, 'બાવરી'એ તો વધુ એક ધડાકો કર્યો - Chel Chabilo Gujrati

શું ‘તારક મહેતા…’માં ટોર્ચર થઇ બબીતાજી ? મેકર્સ સાથે થયા ઝઘડા, ‘બાવરી’એ તો વધુ એક ધડાકો કર્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં વિવાદોને કારણે વધારે ચર્ચામાં છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મોનિકા ભદોરિયા કે જે શોમાં પહેલા બાવરીનો રોલ પ્લે કરી ચૂકી છે તેણે નિર્માતા અસિત કુમાર મોદી પર ઘણા આરોપો લગાવ્યા છે. મોનિકાએ દાવો કર્યો કે શોમાં બબીતા ​જીનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા સાથે અસિત મોદીનો ઘણીવાર ઝઘડો થયો હતો.

આ જ કારણ હતું કે ગયા વર્ષે મુનમુન થોડા મહિનાઓ સુધી શોમાંથી ગાયબ હતી. મોનિકાએ કહ્યું, મુનમુને શો છોડ્યો ન હતો પરંતુ કદાચ તેને ટોર્ચર કરવામાં આવી હતી, જેના કારણે તે લાંબા સમયથી શોના સેટ પરથી ગાયબ હતી. મોનિકાએ કહ્યું, જ્યારે તે લોકો ખૂબ ટોર્ચર કરે છે, ત્યારે લોકો સેટ પર કામ કરવા આવવાનું ટાળે છે અને પછી આ લોકો તેમને ફોન કરીને વસ્તુઓ સુધારવા માટે કહે છે.

મુનમુનનો તેની (અસિત) સાથે ઘણી વખત ઝઘડો થયો છે અને તે ઘણી વખત સેટ છોડી ચૂકી છે. મોનિકાએ નિર્માતાઓ પર એવો પણ આરોપ લગાવ્યો કે તારક મહેતાના સેટ પર મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી. તેણે કહ્યું કે, તેઓ મહિલાઓને મહત્વ આપતા નથી. જો કોઈ મહિલા કલાકાર તેનું શૂટિંગ પૂરું કરે તો પણ તેને જવા દેવામાં આવતી નથી અને તેને રોકી રાખવામાં આવે છે. મેકર્સ પહેલા પુરૂષ કલાકારોનું શૂટિંગ પૂરું કરવાનો પ્રયાસ કરે છે.

મોનિકાએ એમ પણ કહ્યું હતું કે સ્ત્રી કલાકારોને પુરૂષ કલાકારોની બરાબરી નથી મળતી, જ્યારે સ્ત્રીઓનો સ્ક્રીન ટાઈમ પુરૂષ કલાકારો જેટલો જ છે. પુરૂષ કલાકારોને વધુ પૈસા આપવામાં આવે છે. મહિલાઓને એબ્યુઝ કરવામાં આવે છે, આનાથી વધારે તમે શું ઉમ્મીદ કરશો ? હું તમને કહી શકતી નથી કે ત્યાં શું શું કહેવામાં આવે છે. હું આવી ગંદી ભાષાનો ઉપયોગ કરી શકતી નથી.

Live 247 Media

disabled