લોકલ ટ્રેનની અંદર યુવતીને ચઢ્યો પ્રેમનો ઉભરો, પ્રેમી ના પાડતો રહ્યો તો પણ કરી એવી અશ્લીલ હરકત કે બીજા લોકોને પણ શરમ આવી ગઈ, જુઓ વીડિયો
બસ આવા જ સંસ્કાર ? ચાલુ ટ્રેનમાં લાજ શરમને બાજુ પર મૂકીને છોકરી છોકરાને પકડીને કરવા લાગી એક પછી એક તસતસતા ચુંબનો, વાયરલ થયો વીડિયો
આજના સમયમાં મોટાભાગની છોકરીઓ પણ ખુબ જ ફોરવર્ડ થઇ ચુકી છે. તેમને પણ શરમનું ઘરેણું ઉતારી દીધું છે અને ઘણીવાર તો તે જાહેરમાં જ એવી એવી હરકતો કરતી હોય છે જેને જોઈને કોઈનું માથું પણ શરમથી ઝૂકી જતું હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા રહે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને ગુસ્સો પણ આવશે અને તમારું માથું પણ શરમથી ચોક્કસ ઝૂકી જશે.
ભારતમાં તમને દરેક જગ્યાએ પ્રેમીઓ મળશે. પછી તે પાર્ક હોય, સિનેમા હોલ હોય કે કેફે. સાર્વજનિક સ્થળે ઘણા લોકો પોતાના પ્રેમને જાહેરમાં જ અભિવ્યક્ત કરતા હોય છે. પરંતુ મુંબઈની લોકલમાં આ છોકરીએ જે કર્યું તે ખરેખર શરમજનક હતું. આ વીડિયોને શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “મુંબઈ લોકલ ટ્રેનમાં કપલ કિસ કરતો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે. ” આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.
આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો છે. 1 મિનિટના આ વીડિયોમાં એક છોકરો અને છોકરી ટ્રેનમાં બેઠા છે. તેની આસપાસ અન્ય કોઈ મુસાફર દેખાતો નથી. છોકરી છોકરા પર ઝૂકીને બેઠી છે. છોકરો ફોન મચેડતા છોકરી સાથે વાત કરી રહ્યો છે. પહેલા છોકરી છોકરાના ગળા પર હાથ મૂકે છે. પછી તે છોકરાના ગાલ પર ચુંબન કરે છે. આ પછી તે આગળ ઝૂકે છે અને છોકરો છોકરીના ગાલ પર ચુંબન કરે છે. આ પછી બંને થોડીવાર એક જ ફોન પર કંઈક જોતા રહે છે. છોકરી છોકરાને જ જોતી રહે છે. થોડી વાર પછી છોકરી ફરીથી છોકરાને ગાલ પર ચુંબન કરે છે.
मुंबई लोकल ट्रेन में कपल के किस करने का पुराना वीडियो फिर हुआ वायरल pic.twitter.com/lyFwgEj8Ac
— Viral Baba (@user189876) March 10, 2023
પરંતુ આ વખતે તે તેને હોઠ પર પણ ચુંબન કરે છે. પહેલા તો છોકરો કંઈ બોલતો નથી પણ પછીથી બાજુમાં ફોન કરવા લાગે છે. છોકરી થોડું હસે છે અને આ વખતે છોકરાને પોતાની તરફ ખેંચે છે અને છોકરાના હોઠ પર કિસ કરવા લાગે છે. છોકરો આનો વિરોધ કરે છે પરંતુ છોકરી તેને પકડીને સ કરતી રહે છે. આખરે છોકરી તેને જવા દે છે અને તે ફરીથી સીધો બેસી જાય છે. તો પણ યુવતી તેને વારંવાર ગાલ પર કિસ કરતી રહે છે. વીડિયો જોઈને ખબર પડે છે કે ત્યારે બાકીના લોકો ત્યાં આવી ગયા હતા, ત્યાર બાદ તેઓ અલગ થઈ ગયા અને ટ્રેનની સીટ પરથી ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા.