સારા અલી ખાનની એવી સિક્રેટ 7 તસવીરો જેને જોઈને તમે ઓળખી નહિ શકો, 5મા નંબરનો ફોટો તો ઊફ્ફફ્ફ્ફ… - Chel Chabilo Gujrati

સારા અલી ખાનની એવી સિક્રેટ 7 તસવીરો જેને જોઈને તમે ઓળખી નહિ શકો, 5મા નંબરનો ફોટો તો ઊફ્ફફ્ફ્ફ…

પપ્પાની લાડલી છે સારા અલી ખાન, જુઓ ક્યૂટ બોન્ડિંગ

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ કેદારનાથ અને સિમ્બાથી કરીને દર્શકોનું દિલ જીતી લીધું છે. સારાની પહેલી ફિલ્મ કેદારનાથથી જ તેના અભિનય અને સુંદરતાના ખૂબ જ વખાણ થયા છે. તેને પહેલી ફિલ્મ કેદારનાથમાં સુશાંત સિંહ રાજપૂત સાથે અને બીજી ફિલ્મ સિમ્બા રણવીર સિંહ સાથે કરી છે.

એની બંને ફિલ્મો આવ્યા પછી, સારા અલી ખાનના અભિનયના પણ વખાણ ચારે તરફ થઇ રહ્યા છે, ત્યારે આવું કેમ ન હોય? તે બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન અને પોતાના સમયની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે. માતા પિતાના ગુણ તો સ્વાભાવિક જ છે કે તેનામાં હશે જ. સારા પટૌદી ખાનદાનની વારસદાર પણ છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.

સારા ઘણી હદ સુધી પોતાની મા અમૃતા સિંહ જેવી જ દેખાય છે. સારા અલી ખાન એ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ખુદને નવાબ કહેવું નહીં પણ ખુદને ફકીર કહેવું વધુ પસંદ કરે છે.

આજકાલ સારા અલી ખાનની કેટલીક ન જોઈ હોઈ એવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે, જેમાં તે પોતાના પપ્પા સૈફનાં ખોળામાં બેસેલી જોવા મળે છે.

સારાના બાળપણની તસ્વીરમા તેની ક્યુટનેસ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસ્વીરમાં સારા તેના પિતા સૈફ, મા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ સાથે દેખાય છે.

નવાબ ખાનદાનની દીકરી સારા અલી ખાન લોકલ બજારમાંથી શોપિંગ કરવું પસંદ કરે છે. સારા એ કહ્યું કે, “મને મોંઘા કપડાનો બિલકુલ પણ શોખ નથી. હું હજાર રૂપિયા કરતા વધારે શોપિંગ ક્યારેય પણ નથી કરતી. મારી શોપિંગ દિલ્લીના શંકર માર્કેટથી થાય છે.”

થોડા સમય પહેલા જયારે સારા હૈદરાબાદ ગઈ ત્યારે પોતાની માની સાથે મીના બજાર ગઈ હતી. સારા અલી ખાને કહ્યું હતું કે “મને એ સમજમાં નથી આવતું કે લોકો કપડા પર આટલા વધુ પૈસા ખર્ચ શા માટે કરે છે.”

સારા કહે છે કે- “મારા પેરેન્ટ્સના છૂટાછેડા થયાના 12-14 વર્ષ વીતી ચુક્યા છે. હું ત્યારથી મારી માની સાથે જ રહું છું. મારી સિંગલ માએ મને અને ઇબ્રાહિમને ખુબ સારી રીતે સંભાળ્યા છે. તેણે અમને બિલકુલ પણ બગડવા દીધા ન હતા, તેમણે ક્યારેય પણ અમને એ વાતનો અનુભવ થવા ન દીધો કે અમે નવાબ ખાનદાનના વારસદાર છીએ. તેમણે મને હંમેશા સિમ્પલ રહેવા માટેની જ સલાહ આપી છે.”

સારા કહે છે કે- “મને અલગ-અલગ શહેરોમાં જવું, લોકોને મળવું, વાતો કરવી, નાની-નાની દુકાનોમાં ચાલ્યું જવું, ગલીઓમાં ફરવું આ બધામાં ખુબ મજા આવે છે. આ દરેક ચીજો ખુબ જ એન્જોય કરું છું. હું ઇચ્છુ છું કે મને લોકો અમૃતા સિંહની દીકરીના સ્વરૂપે જ જાણે કેમ કે તેમની ઘણી ખૂબીઓ મારી અંદર છે.” સારા અલીખાન છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. જિમની બહાર જોવા મળી સિમ્બા ગર્લ મનમોહક અંદાજ માં!! સારા અલી ખાન જિમની બહાર મનમોહક અદાઓમાં જોવા મળી હતી.

સારા અલીખાન આજકાલ તેના હોટ અને ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં રહે છે, સોશિયલ મીડિયામાં તેના બધા જ લુક જલ્દી જ વાયરલ થાય છે. બોલીવુડમાં હાલના સમયે સૌથી વધારે જો કોઈ સ્ટાર કિડની ચર્ચા છે તો તે સારા અલી ખાન છે. લગાતાર પોતાની બે ફિલ્મોથી સારા એ દરેકને દીવાના બનાવી લીધા છે.

Live 247 Media

disabled