લગ્ન પછી તો સાવ ઉઘાડી થઇ ગઈ ટીવીની સંસ્કારી અભિનેત્રી, લાખો રૂપિયાનુ પર્સ લૂંટી ગયુ લાઇમલાઇટ

ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં પતિ સૂરજ નામ્બિયાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેનુ સોશિયલ મીડિયા તેના પતિ સાથે પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોથી છલકાઈ ગયું છે. જો કે, આ સમય દરમિયાન કેટલાક લોકોની નજર તેના કપડા પર ગઈ તો કેટલાક લોકોની નજર તેની મોંઘી બેગ પર ગઇ. હસીનાએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. મૌની રોયે આઉટિંગ માટે બ્લેક સ્લિટ ડ્રેસ પહેર્યો હતો, જેની પ્લંગિંગ નેકલાઇન અને સ્ટ્રેપી સ્લીવ્ઝ તેના લુકમાં બોલ્ડનેસ ઉમેરી રહી હતી.

લૂઝ-ફિટિંગ ડ્રેસમાં બસ્ટની નીચે એક ઇલાસ્ટિક ડિટેલ હતી, જે તેના દેખાવને આકર્ષક બનાવતી હતી. તેણે આ આઉટફિટ સાથે સ્મોકી આંખો, ગુલાબી હોઠ અને સ્નીકર્સ કેરી કર્યા હતા.મૌનીના આ લુકમાં ડ્રેસ કરતાં વધુ ધ્યાન લક્ઝરી ફેશન હાઉસ Christian Diorની બ્લેક કલરની હેન્ડબેગ ખેંચી રહ્યું હતું. જેની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી શકે છે.જેની કિંમત 20 કે 30 હજાર નહીં પરંતુ લાખોમાં છે.ઓફિશિયલ વેબસાઈટ પર આ બેગની કિંમત 2,96,945 રૂપિયા જણાવવામાં આવી છે.

આ પહેલા મૌનીએ વ્હાઇટ કલરના લૂઝ ફીટીંગ ટી-શર્ટ અને બ્લુ ડેનિમ શોર્ટ્સમાં પોતાની ઝલક આપી હતી. જ્યાં તેનો પતિ બ્લેક ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. પિંક કલરના પ્રિન્ટેડ બોડીકોન મિડી ડ્રેસમાં મૌની રોયનો પોઝ ખૂબ જ કિલર લાગતો હતો. જેની નૂડલ જેવી સ્ટ્રેપ તેના લુકમાં ઓમ્ફ ફેક્ટર ઉમેરી રહી હતી. તેમજ તેણે બેબી પિંક કલરની પ્રિન્ટેડ સાડીમાં પણ તસવીરો શેર કરી હતી, જેમાં મૌનીની સુંદરતા જોવા લાયક હતી. હસીના માત્ર બોલ્ડ આઉટફિટ્સમાં જ નહીં પરંતુ ભારતીય વસ્ત્રોમાં પણ ખૂબ જ સુંદર લાગે છે.

મૌની રોયની સુંદરતાના દરેક લોકો દિવાના છે. નાના પડદાથી લઈને મોટા પડદા સુધી, OTTથી લઈને સોશિયલ મીડિયા સુધી, મૌનીનો ચાર્મ દરેક જગ્યાએ છવાયેલો છે.પોતાની ખૂબસૂરત તસવીરોથી હંમેશા ચાહકોનું દિલ જીતનારી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર બિકીથી લઇને પારંપારિક વસ્ત્રોમાં તેની તસવીરો શેર કરતી રહે છે.ઈન્સ્ટાગ્રામ પર તેના 23.5 મિલિયન ફોલોઅર્સ છે.મૌની અવારનવાર તેના જીવનની તમામ સુંદર ક્ષણો ચાહકો સાથે શેર કરે છે.

તમને જણાવી દઈએ કે મૌનીએ ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મૌનીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે બોલે ચૂડિયા, મોગલ અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.મૌની રોય અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરીએ લગ્ન કરીને તેમની નવી સફર શરૂ કરી હતી. લવ બર્ડ્સે પહેલા સવારે દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા અને પછી બંગાળી પરંપરાથી લગ્ન કરીને બંને એક થઈ ગયા હતા. એકબીજાની લાગણીઓને માન આપીને બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી બંને કપલ હેડલાઇન્સમાં રહે છે.

બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે. મૌનીએ સૂરજ સાથે લવ મેરેજ કર્યા છે.જોકે બંનેએ પોતાના સંબંધોને બધાથી છુપાવીને રાખ્યા હતા. પરંતુ, જ્યારે એવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.જેમાં મૌની સૂરજના માતા-પિતાને મમ્મી-પપ્પા કહીને બોલાવી રહી હતી. ત્યારથી ફેન્સને એવું લાગવા લાગ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. કોઈને ખ્યાલ નહોતો કે મૌની સૂરજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે લોકોએ તેને અફવા ગણાવી હતી. મૌનીએ અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ, ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by @mouniroy_hotty

After post

disabled