મૌની રોયે બ્લેક આઉટફિટમાં ખુલ્લા આકાશ અને સમુદ્રની વચ્ચે કરાવ્યું હોટ ફોટોશૂટ, દીવાના થયા ચાહકો - Chel Chabilo Gujrati

મૌની રોયે બ્લેક આઉટફિટમાં ખુલ્લા આકાશ અને સમુદ્રની વચ્ચે કરાવ્યું હોટ ફોટોશૂટ, દીવાના થયા ચાહકો

મહાદેવ શો માં પાર્વતી માતાનો રોલ નિભાવેલી અભિનેત્રી બ્લેક કલરનો ખુબ જ બોલ્ડ ડ્રેસ, તસવીરો જોઈ ચાહકો ફફડી ઉઠ્યા

ટીવીથી બોલિવૂડમાં પોતાની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી મૌની રોયને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવી દીધા છે. મૌની રોય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. ચાહકોને તેની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ પસંદ આવતી હોય છે. ટીવીની નાગિન મૌની રોયની દરેક સ્ટાઇલ અલગ છે.

મૌનીની દરેક તસવીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે. મૌની અવારનવાર પોતાના ચાહકો માટે તસવીરો શેર કરતી હોય છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ચર્ચામાં છે. મૌની પોતાના લેટેસ્ટ તસવીર અને વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે.

મૌનીનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ ફોટોશૂટમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રી મૌની રોયની બીચ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયી રહેલી છે. અભિનેત્રી માલદીવમાં રજાઓ એન્જોય કરવા ગઈ છે. ત્યાંથી તે સતત ચાહકોને અપડેટ આપી રહી છે. ફરી એકવાર મૌનીએ બ્લેક ડ્રેસમાં પોતાના હોટ ફોટા ચાહકો સાથે શેર કર્યા છે, જેને કારણે ચાહકો નજર હટાવી શકતા નથી.

મૌની રોયે આ ફોટોશૂટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ફોટોમાં જોઈ શકાય છે કે મૌની રોયને બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે. તેણે આ ફોટોશૂટ ખુલ્લા આકાશ નીચે અને સમુદ્રની વચ્ચે કરાવ્યું છે. તસવીરમાં તેની સ્ટાઇલ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો તેને સુંદર અને ખૂબસૂરત કહી રહ્યા છે. તસવીરોમાં મોની બીચ પર અંગડાઇ લેતી ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. મૌની રોય આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાના ટ્રેડિશનલ લૂકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી રહેતી હોય છે. આ પહેલા મૌની વેબ સિરીઝ ‘લંડન કોન્ફિડેન્શિયલ’માં પણ જોવા મળી હતી. જેમાં તેનો અભિનય ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

Live 247 Media

disabled