કયારેક બેકગ્રાઉન્ડ ડાન્સર હતી બોલિવુડની આ હસીના, એક સમયે પાર્વતી માતાનો રોલ પણ નિભાવ્યો, હવે લગ્ન કરીને બોલ્ડ ફિગર દેખાડવામાં જરા પણ શરમ નથી રાખતી
ટીવીમાં ‘નાગિન’ની ભૂમિકા ભજવીને મૌની રોયની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. મૌનીએ કેટલાક સમય પહેલા જ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી મૌની પહેલા કરતા વધુ બોલ્ડ અને હોટ થઈ ગઈ છે, જેનો પુરાવો છે અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ. લગ્ન બાદ મૌનીએ બેડરૂમથી લઈને સ્વિમિંગ પૂલ સુધીના દરેક પ્રાઈવેટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટીવી અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે પોતાના શ્રેષ્ઠ અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે.
View this post on Instagram
આવી સ્થિતિમાં આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. મૌની રોયની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે દરરોજ તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોને મંત્રમુગ્ધ કરે છે. મૌની રોય તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, માત્ર તેની એક્ટિંગ જ નહીં પરંતુ તેની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
View this post on Instagram
નાગિનથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી મૌની રોયે ખૂબ જ ઓછા સમયમાં પ્રગતિની ઊંચાઈઓને સ્પર્શી છે. તેણે ખૂબ જ સમર્પણ સાથે કામ કર્યું અને લોકોને તેની એક્ટિંગના દિવાના બનાવ્યા. આટલું જ નહીં મૌની પોતાના ડાન્સથી ફેન્સનું દિલ પણ જીતી રહી છે. મૌની રોયે તેનુ સ્કૂલિંગ પૂર્ણ કર્યા પછી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી તે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ રવાના થઈ ગઈ.
View this post on Instagram
અહીં આવ્યા પછી મૌની રોય પહેલીવાર અભિષેક બચ્ચન અને ભૂમિકાની ફિલ્મ ‘રન’ના ગીત ‘નહી હોના’માં જોવા મળી હતી, જેમાં તેની એક નાની ઝલક જોવા મળી હતી. આ પછી, તેણે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને આખરે 2006માં તેણે ટીવી સીરીયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં મહત્વપૂર્ણ ભૂમિકા દ્વારા તેની કારકિર્દીને આગળ વધારી. મૌની રોયે કરિશ્મા તન્ના અને જેનિફર વિંગેટ સાથે ‘ઝરા નચકે દિખા’ની પ્રથમ સિઝનમાં પણ ભાગ લીધો હતો.
View this post on Instagram
આ શો દ્વારા તેણે પોતાના ડાન્સ કૌશલ્યથી લોકોના દિલ જીતી લીધા. અભિનયની સાથે મૌની ખૂબ જ સારો ડાન્સ પણ કરે છે. આ શોથી ઘણી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ તેણે 2008માં ‘પતિ પત્ની ઔર વો’માં ભાગ લીધો હતો. ત્યાં વર્ષ 2010માં અભિનેત્રીએ ‘દો સહેલીયાં’માં ‘રૂપ’નું પાત્ર ભજવ્યું હતું. મૌની અને મોહિત રૈનાની જોડી ઘણી હિટ રહી હતી. તેનું કારણ એ હતું કે તેણે ‘દેવોં કે દેવ મહાદેવ’માં ત્રણ વર્ષ સુધી અભિનેતા સાથે કામ કર્યું હતું.
View this post on Instagram
આ ધારાવાહિકમાં બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. વર્ષ 2015માં મૌનીએ એકતા કપૂરના શો ‘નાગિન’માં જોરદાર એક્ટિંગ કરી હતી. આ સિરિયલ દ્વારા તેણે દુનિયાભરમાં મોટું નામ કમાવ્યું હતું. તેણે નાગીનની બે સીઝનમાં કામ કર્યું હતું. સારી સફળતા મેળવ્યા બાદ તે ફિલ્મો તરફ વળી. અભિનેત્રીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પછી, તેણે રોમિયો, અકબર વોલ્ટર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ચાઇના’ સહિત ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી.
View this post on Instagram
મૌની રોયની સુંદરતાના દરેક લોકો દિવાના છે. નાના પડદાથી લઈને મોટા પડદા સુધી, OTT થી લઈને સોશિયલ મીડિયા સુધી, મૌનીનો ચાર્મ દરેક જગ્યાએ છવાયેલો છે. મૌની રોય તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. મૌની અવારનવાર તેના જીવનની તમામ સુંદર ક્ષણો ચાહકો સાથે શેર કરે છે. તમને જણાવી દઈએ કે મૌનીની આગામી ફિલ્મો બોલે ચૂડિયા, મોગલ અને બ્રહ્માસ્ત્ર છે.
View this post on Instagram
આ ફિલ્મમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે. મનોરંજન જગતની ખૂબસુરત અદાકારા તેની હોટ અને બોલ્ડ અદાઓને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
View this post on Instagram
તે અવાર નવાર તેની હોટ અને ગ્લેમરસ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી છે અને તેનું જ કારણ છે કે તેની કોઇ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં વાર નથી લાગતી. મૌનીની અદાઓના લાખો લોકો દીવાના છે. તેની એક ઝલક મેળવવા માટે તો ચાહકો બેતાબ રહે છે.
View this post on Instagram
મૌની રોયની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરીએ લગ્ન કરીને તેમની નવી સફર શરૂ કરી છે. લવ બર્ડ્સે પહેલા સવારે દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા, પછી બંગાળી પરંપરાથી લગ્ન કરીને બંને એક થઈ ગયા. એકબીજાની લાગણીઓને માન આપીને બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ ખૂબ હેડલાઇન્સમાં રહ્યા હતા. બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેણે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી. ખાસ કરીને મૌનીના લગ્નના બંને લુક્સ જોઈને ચાહકો દિવાના થઈ ગયા હતા.