ટીવીની પાર્વતીએ આ પુરુષને પહેલા બાહોમાં પકડ્યો અને પછી કરી દીધી હોઠ પર કિસ, જુઓ - Chel Chabilo Gujrati

ટીવીની પાર્વતીએ આ પુરુષને પહેલા બાહોમાં પકડ્યો અને પછી કરી દીધી હોઠ પર કિસ, જુઓ

મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયાર પર તેના જન્મદિવસ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક પોસ્ટ શેર કરી, જે હાલ ઘણી વાયરલ થઈ રહી છે. મૌની રોયે પતિ સૂરજ નામ્બિયારના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. બંનેએ સમુદ્રની વચ્ચે યોટ પર સમય વિતાવ્યો. આ દરમિયાન સૂરજ પણ પોતાની પત્નીને પ્રેમ કરતા રોકી શક્યો નહીં. મૌનીએ સૂરજ સાથે ઘણા ફોટા શેર કર્યા છે. આમાંના ઘણા ફોટામાં બંને લિપ કિસ કરતા પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.આજે મૌનીના પતિ સૂરજનો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર મૌનીએ તેના પતિ સાથેની અંગત પળોની તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં તમે જોશો કે મૌની અને સૂરજ ખૂબ જ પ્રેમથી એકબીજાની બાહોમાં જોવા મળી રહ્યા છે અને એકબીજાને પ્રેમથી કિસ પણ કરી રહ્યા છે. મૌનીએ પતિ સૂરજને તેના જન્મદિવસની અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે.

મૌની અને સૂરજની આ તસવીરો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લુકની વાત કરીએ તો, મૌની રોયે બોલ્ડ વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે. ત્યાં સૂરજ સફેદ ટી-શર્ટ અને વાદળી શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતા મૌનીએ લખ્યું- જન્મદિવસ મુબારક માય લાઇફ સાઇન અને દુનિયામાં સૌથી શાનદાર કિસ અને કડલ…હું આવી જ રહેવા માટે હવે વધુ રાહ જોઇ શકતી નથી. મારુ બધુ જ, મારો સૌથી ખાસ હિસ્સો. હું ખુશનસીબ છું કે મેં તને હકિકતમાં વિશ કર્યુ.

મૌની અને સૂરજના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં થયા હતા. આ લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. મૌની રોય અને સૂરજ લગ્ન પહેલા એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. આ પછી બંનેએ સાત ફેરા લીધા. જ્યારથી બંનેના લગ્ન થયા છે ત્યારથી બંને સોશિયલ મીડિયા પર કપલ ગોલ આપતા જોવા મળે છે. સૂરજ એક બિઝનેસમેન છે. તે દુબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છે.

તેનો જન્મ બેંગ્લોરમાં જૈન પરિવારમાં થયો હતો. તેણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. કહેવાય છે કે મૌની અને સૂરજની પહેલી મુલાકાત વર્ષ 2019માં થઈ હતી. બંનેની મુલાકાત દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં થઈ હતી. આ પછી બંનેની નિકટતા વધી ગઈ. વર્કફ્રન્ટની વાત કરીએ તો, મૌની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને હવે તે ફિલ્મોમાં પણ કામ કરે છે. તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. મૌની રોય ટીવી સિરિયલો અને ફિલ્મો સિવાય રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે.

તે હાલમાં જ DID લિટલ માસ્ટર્સમાં જોવા મળી હતી.મૌની રોયે એકતા કપૂરની સિરિયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી શોથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે તુલસી વિરાણી એટલે કે સ્મૃતિ ઈરાનીની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ પછી મૌનીએ કસ્તુરી, દો સહેલીયાં, દેવોં કે દેવ મહાદેવ, નાગિન જેવી સિરિયલોમાં કામ કર્યું. નાગિન સિરિયલથી તેને ઘરે-ઘરે ઓળખ મળી. ટીવી સિરિયલો સિવાય મૌની રોયે અક્ષય કુમાર સાથે ગોલ્ડ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

Live 247 Media

disabled