બાઈકના ટાયરની વચ્ચે ફસાઈ ગયો કપિરાજ, પછી આ રીતે કાઢવામાં આવ્યો તેને બહાર, વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે - Chel Chabilo Gujrati

બાઈકના ટાયરની વચ્ચે ફસાઈ ગયો કપિરાજ, પછી આ રીતે કાઢવામાં આવ્યો તેને બહાર, વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે જ રસ્તા પરથી દોડીને આવી રહેલો કપિરાજ સીધો જ બાઇકના ટાયરમાં ઘુસી ગયો, અને પછી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા એવા એવા વીડિયો સામે આવતા હોય છે જેને જોઈને અપને પણ હેરાન રહી જઈએ. ઘણીવાર પ્રાણીઓને રેસ્ક્યુ કરવાના પણ વીડિયો સામે આવતા હોય છે. પ્રાણીઓ કેટલીક વાર એવી ખરાબ રીતે ફસાઈ જતા હોય છે કે તેને જોઈને આપણા શ્વાસ પણ અઘ્ધર થઇ જતા હોય છે, ત્યારે કેટલાક બહાદુર લોકો તેને બચાવતા પણ હોય છે.

હાલ ઇન્ટરનેટ પર એવા જ એક કપિરાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે એક બાઇકના ટાયરની અંદર ખરાબ રીતે ફસાઈ ગયો છે અને કેટલાક લોકો તેને બહાર કાઢવા માટે મથામણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ ઘટના ત્યારે બની જયારે કપિરાજ રોડ પાર કરવા જતો હતો અને ત્યારે જ તે રસ્તા પર આવતી બાઇકના ટાયરમાં ફસાઈ ગયો.

આ ઘટના બારાબંકીના બદોસરાયની છે. આગ ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે બાઇક ચાલક રોડ પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરી રહેલ કપિરાજ અચાનક મોટરસાઇકલ સાથે અથડાઇ ગયો અને ટુ-વ્હીલરના આગળના વ્હીલમાં ફસાઇ ગયો. આવી સ્થિતિમાં, બાઇક સવારે તરત જ બ્રેક લગાવી, જેના પછી આસપાસના લોકો તેની પાસે પહોંચ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

બધાએ  ખૂબ કાળજીથી કપિરાજને વ્હીલમાંથી બહાર કાઢ્યો. કપિરાજને મુક્ત કરવા માટે સૌથી પહેલા મોટરસાઇકલનું વ્હીલ ખોલવામાં આવ્યું હતું. કપિરાજ બહાર આવતાની સાથે જ તે ભાગી ગયો. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. સ્થાનિકોનું કહેવું છે કે જો બાઇક સવારે બ્રેક ન લગાવી હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત. હાલ આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Uma Thakor

disabled