આ પુરુષ સાથે બેડરૂમમાં રોમેન્ટિક થઇ મોનાલિસા, ટાઇટ ડ્રેસ પહેરી બેડ પર કુદકા મારતી દેખાઈ, એકવાર જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

આ પુરુષ સાથે બેડરૂમમાં રોમેન્ટિક થઇ મોનાલિસા, ટાઇટ ડ્રેસ પહેરી બેડ પર કુદકા મારતી દેખાઈ, એકવાર જુઓ PHOTOS

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની બોલ્ડ અદાઓ અને અદાકારી માટે ઇન્ડસ્ટ્રીમાં જાણિતી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કેટલાક સમય પહેલા જ મોનાલિસા અને વિક્રાંત સિંહે તેમના લગ્નની છઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરી. આ ખાસ અવસર પર તેણે એક વીડિયો શેર કર્યો હતો,

જેમાં તે તેના પતિ સાથે જોવા મળી હતી. આ વીડિયોમાં મોનાલિસાએ વિક્રાંત સાથેના ખાસ પળો શેર કર્યા હતા. મોનાલિસા અને વિક્રાંતના લગ્ન 17 જાન્યુઆરી 2017માં બિગબોસના સેટ પર થયા હતા. એનિવર્સરી પર મોનાલિસાએ ઇન્સ્ટા પર એક વીડિયો શેર કરી પતિ વિક્રાંત પર ખૂબ પ્રેમ લૂંટાવ્યો. અભિનેત્રી કામને કારણે બહાર હતી અને તે વિક્રાંતને ઘણી મિસ કરી રહી હતી.

આ વાતનો ઉલ્લેખ તેણે રોમેન્ટિક પોસ્ટમાં પણ કર્યો હતો. મોનાલિસાએ આ ખાસ દિવસને ખાસ બનાવવા માટે વિક્રાંત સાથે વીતાવેલા સ્પેશિયલ પળને એક વીડિયોમાં સેટ કર્યા હતા. વીડિયોમાં તેણે રોમેન્ટિક ગીતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનાથી તેમની લવ સ્ટોરી શરૂ થઇ હતી. મોનાલિસાએ વીડિયો શેર કરતા લખ્યુ- હેપ્પી 6th માય લવ. 17-01-2017 મારા જીવનનો સૌથી ખૂબસુરત દિવસ છે. મારા જીવનમાં આવવા માટે આભાર. આઇ લવ યુ પતિ.

હું તમને ઘણું મિસ કરી રહી છું પણ કોઇ વાત નહિ કામ પહેલા જી અને હા તમને એ ગીત યાદ છે ? અહીંથી વર્ષ 2008માં આપણા સંબંધની શરૂઆત થઇ હતી. મોનાલિસાના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અનવર ફિલ્મનું મૌલા રે મૌલા ગીત સેટ કરવામાં આવ્યુ છે. મોનાલિસાએ વેડિંગ એનિવર્સરીની ઠીક પહેલા તેનો એક મજેદાર ડાન્સ વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં તે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત ઝૂમે જો પઠાણ પર થિરકતી નજર આવી હતી. આ વીડિયો પર કેટલાક ચાહકોએ કમેન્ટ્સ પણ કમાલની કરી હતી. એક યુઝરે લખ્યુ- લગ્નની એનિવર્સરીની આટલી ખુશી. ત્યાં બીજાએ લખ્યુ- તમારો ચહેરો ચમકી રહ્યો છે, કાલે કંઇ ખાસ છે શું ?

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

Live 247 Media

disabled