દેશી અભિનેત્રી મોનાલિસાએ કરાવ્યુ એવું ફોટોશૂટ, ચાહકોએ પૂછી લીધુ- સાડી પહેરવાનું ભૂલી ગઇ કે શું ? - Chel Chabilo Gujrati

દેશી અભિનેત્રી મોનાલિસાએ કરાવ્યુ એવું ફોટોશૂટ, ચાહકોએ પૂછી લીધુ- સાડી પહેરવાનું ભૂલી ગઇ કે શું ?

ક્યારેક માણસ હાર્યા પછી પણ જીતે છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે ભોજપુરી અભિનેત્રી મોનાલિસા. મોનાલિસા બિગ બોસ 10માં સ્પર્ધક તરીકે ઘરની અંદર ગઈ હતી. તે શો જીતી શકી ન હતી, પરંતુ બહાર આવી અને વિજેતા કરતાં વધુ લોકપ્રિયતા મેળવી. હવે મોનાલિસા લોકપ્રિય ચહેરો બની ગઈ છે. મોનાલિસા એક એવું નામ છે જે મનોરંજન જગતમાં ખૂબ જ લોકપ્રિય નામ છે. તેણે ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તે ઘણી ટીવી સિરિયલોમાં પણ દેખાવા લાગી છે. તેના અભિનય ઉપરાંત, મોનાલિસા તેના હોટ અભિનયથી પણ લોકોના દિલો ધડકે છે અને તેણે તાજેતરમાં જ ફરી એકવાર એવું જ કર્યું છે.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઘણી વખત મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર એવા ફોટા અથવા વીડિયો શેર કરે છે, જે સોશિયલ મીડિયા પર ગપસપનો વિષય બની જાય છે. મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર રેડ કલરના ડ્રેસમાં ઘણા ફોટા શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં મોનાલિસા લાલ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને તેમાં તે અદ્ભુત લાગી રહી છે. લોકો તેની ગ્લેમરસ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે.  મોનાલિસાના ફોટા પર, એક યુઝરે લખ્યું, ‘રેડ વાઈન’.

બીજાએ લખ્યું, ‘રેડ ચિલી બ્યુટી ક્વીન’. ત્રીજાએ લખ્યું, ‘સાડી પહેરવાનું ભૂલી ગયા?’ આ ઉપરાંત, કેટલાક તેના લાલ ટમેટાં કહી રહ્યા છે અને કોટલાક તેની ફિટનેસથી પ્રભાવિત થઇ રહ્યા છે.થોડા જ કલાકોમાં મોનાલિસાના આ ફોટા પર હજારો લાઈક્સ અને કમેન્ટ આવી છે. તમને જણાવી દઇએ કે, મોનાલિસાની આ તસવીરો પર એક કમેન્ટ આવી જેણે બધાનું ધ્યાન ખેંચ્યુ અને તે હતી કે સાડી પહેરવાનું ભૂલી ગયા કે શું ?

આ કમેન્ટ એટલા માટે આવી કારણ કે મોનાલિસાએ જે આઉટફિટ પહેર્યો છે, તે બ્લાઉઝ અને ચણિયા જેવો લાગી રહ્યો છે..મોનાલિસાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે ‘ધપ્પા’ અને ‘રાત્રી કે યાત્રી 2’ જેવી વેબ સિરીઝ જોવાની છે. આમાં તે પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળશે.

ફેમસ એક્ટ્રેસ મોનાલિસા એક્ટિંગ સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકો પણ તેની પોસ્ટને ઘણી પસંદ કરે છે.  હવે ફરી એકવાર મોનાલિસા તેની ખૂબ જ હોટ અને બોલ્ડ તસવીરને લઈને ચર્ચામાં છે. મોનાલિસા અવારનવાર પોતાના ફેન્સ માટે ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના પતિ સાથેની પણ ઘણી તસવીરો શેર કરતી હોય છે.

બહુ ઓછા લોકો જાણે છે કે મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે નામ બદલી નાખ્યું. ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ સલમાન ખાનના શો બિગ બોસમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ વિક્રમ સાથે લગ્ન કર્યા હતા.

Live 247 Media

disabled