આ મોડેલને શરીર પર રહેલા અઢળક તિલના કારણે કરવામાં આવતી હતી ટ્રોલ, હવે એક તિલે બચાવ્યો મોડેલનો જીવ - Chel Chabilo Gujrati

આ મોડેલને શરીર પર રહેલા અઢળક તિલના કારણે કરવામાં આવતી હતી ટ્રોલ, હવે એક તિલે બચાવ્યો મોડેલનો જીવ

એક મોડેલના શરીર પર ઘણા બધા તિલ છે, આ તિલના કારણે મોડેલને ટ્રોલ થવું પડ્યું હતું પરંતુ મહિલાનું કહેવું છે કે એક તિલે તેનો જીવ બચાવવાનું કામ કર્યું છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેવા વાળી મોડેલ એલિસનના બાઉલ્સને લઈને તેના મિત્રએ ચેતવણી આપી હતી કે જો તિલનો કલર બદલાઈ જાય કે તેનો આકર ખુબ મોટો થઇ જાય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Alison Kay Bowles (@alisonbowles)

ત્યારબાદ એલિસનના શરીર પર રહેલએક તિલનો રંગ બદલાઈ ગયો. આ પછી તેણે સ્કિન ડોક્ટરનો સંપર્ક કર્યો.જ્યારે એલિસને તેના એક તિલની બાયોપ્સી કરી ત્યારે જાણવા મળ્યું કે તેને કેન્સર છે. તે બદલાયેલ રંગનું તિલ કેન્સર હોવાનું બહાર આવ્યું. સમયસર ખબર પડવાને કારણે એલિસનનો જીવ બચી ગયો.

 

View this post on Instagram

 

A post shared by Alison Kay Bowles (@alisonbowles)

તેના એક મિત્રને મેલાનોમા નામનું સ્કિન કેન્સર હતું. તેના આ મિત્રએ તેને કહ્યું કે તેના તિલ પર સતત નજર રાખવી જોઈએ જોતા રહેવું જોઈએ કે તેનામાં શું પરિવર્તન થઈ રહ્યું છે? ક્યાંક તિલ મોટા તો નથી થઈ રહ્યા ને. પછી એલિસને પોતે પણ જોયું કે તેના એક તિલનો રંગ બદલાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Alison Kay Bowles (@alisonbowles)

આ પછી તેણે તરત જ ડર્મેટોલોજિસ્ટને મળવા માટે એપોઇન્ટમેન્ટ લીધી. મોડલની પછી બાયોપ્સી કરવામાં આવી પછી સર્જરી દ્વારા કેન્સરગ્રસ્ત તિલને દૂર કરવામાં આવ્યું. જો કે ઘણા પ્રતિષ્ઠિત અને જાણીતા મેગેઝીનોના કવર પેજ પર એલિસનની તસવીરો છપાઈ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Alison Kay Bowles (@alisonbowles)

ફોર્બ્સમાં પણ તેની તસવીર છપાઈ ચુકી છે. જ્યારે તેને કેન્સર થયું ત્યારે તેણે ખુલીને વાત કરી હતી. જો કે તેને ટ્રોલ કરનારા લોકોએ તેને બાકીના તિલ માટે નિશાન બનાવ્યો હતો. જેનો એલિસને પણ જવાબ આપ્યો. મોડલ એલિસન ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે. તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Live 247 Media

disabled