18 વર્ષની છોકરી અને 9 વર્ષના છોકરાએ ટીવી શો માં શરમ રાખ્યા વગર કર્યો રોમાન્સ, ડાયરેક્ટરે આંખો બંધ કરી દીધી - Chel Chabilo Gujrati

18 વર્ષની છોકરી અને 9 વર્ષના છોકરાએ ટીવી શો માં શરમ રાખ્યા વગર કર્યો રોમાન્સ, ડાયરેક્ટરે આંખો બંધ કરી દીધી

આ 9 વર્ષના બાળકે મોટી ઉંમરની સ્ત્રી સાથે સુહાગરાત મનાવી અને ભારતીય સંસ્કૃતિની એક બે ત્રણ કરી નાખી હતી, જુઓ તસ્વીરો

ટીવી ઉપર પ્રસારિત થતી ઘણી ધારાવાહિકો ચર્ચામાં રહેતી હોય છે, એવી જ એક ધારાવાહિક છે “પહેરેદાર પિયા કી”. જેને લઈને પણ મોટો હોબાળો મચ્યો હતો. ખાસ કરીને આ શોની અંદરના પાત્રોને લઈને મોટો હોબાળો મચ્યો હતો.

આ ધારાવાહિકની વાર્તામાં 18 વર્ષની છોકરીને 9 વર્ષના છોકરાની પહેરેદાર બતાવવામાં આવી છે. શોને લઈને હોબાળો એટલા માટે મચ્યો છે કે તેમાં 9 વર્ષનો છોકરો 18 વર્ષની છોકરીના સેંથામાં સિંદૂર ભરતો બતાવવામાં આવ્યો છે.  ધારાવાહિકના જ એક સીનની અંદર તે છોકરીનો પાલવ પકડીને તેને પ્રપોઝ કરે છે. તો બીજા એક દૃશ્યમાં જયારે છોકરી વંદાથી ડરી જાય છે ત્યારે 9 વર્ષનો છોકરો તેને પોતાની બાહોમાં ભરી લે છે. છોકરો સંતાઈ સંતાઈને તેને જુએ છે. કેમેરાથી તેની તસવીરો પણ લેતો હોય છે.

હવે દર્શકો અને લોકોમાં એક પ્રશ્ન ઉદ્ભવીરહ્યો છે કે શું 10 વર્ષનો છોકરો આ રીતે કોઈની પાછળ પાગલ બની શકે? આ બધું બતાવીને લોકોની વચ્ચે કેવો સંદેશ મોકલવા માંગે છે? અને જેના કારણે જ આ ધારાવાહિક ચર્ચામાં આવી ગઈ હતી અને હોબાળો મચ્યો હતો.

આ ધારાવાહિકનો સૌથી પહેલા વિરોધ અભિનેતા કરણ વાહીએ કર્યો હતો. તેમને કહ્યું હતું કે “પ્રિય નિર્માતા અને ચેનલ હું સમજી શકું છું કે આપણે “હાઉ આઈ મેટ યોર મધર” અને ફ્રેન્ડ્સ” જેવા શો નથી બનાવી શકતા અને ઈમાનદારીથી આશા પણ નથી રાખી શકતા. પરંતુ ભગવાનના કારણે અને એ કારણે કે આપણે બધા ઇન્ડસ્ટ્રીમાં છીએ. મહેરબાની કરીને મને ટીઆરપી આપવા વાળા કંટેટના નામ ઉપર આવી મૂર્ખતા ના વેચો. કારણ કે ઈમાનદારીથી તેને કોઈપણ નથી જોઈ રહ્યું. બીજા લોકોની વાત છોડી દો. મને લાગે છે કે આપણા સમાજના લોકો જ આ શોને પસંદ નથી કરતા. જે કોઈ આ શોનો ભાગ છે

હું એમના માટે સારું વિચારું છું. અને એ બધા માટે હું સારી રીતે પ્રાર્થના કરું છું. પરંતુ આપણી પાસે કોઈ વિકલ્પ ના હોવાના કારણે કોઈ શોથી જોડાવવું ના જોઈએ. પરંતુ એ કામને માણવું જોઈએ. હું આ બધું અભિમાનથી નથી કહી રહ્યો. પરંતુ આપણે આનાથી વધુ સારો શો બનાવી શકીએ છીએ.” પેહરેદાર પિયા કી’ સીરિયલની કથાનુસાર નવ વર્ષના બાળકના લગ્ન 19 વર્ષની એક યુવતી સાથે કરી દેવામાં આવ્યા છે. લગ્નબાદ આ સીરિયલમાં 9 વર્ષના બાળક અને 19 વર્ષીય યુવતીની સુહાગરાત બતાવવામાં આવી હતી.

આ પ્રસંગને લીધે લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળ્યો છે.  દર્શકોએ તેના પર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરી છે. આ સીરિયલમાં નવ વર્ષના બાળક રતનની ભૂમિકા અફાન ખાને નિભાવી છે જ્યારે 19 વર્ષીય દિયાની ભૂમિકા તેજસ્વીપ્રકાશે નિભાવ્યો છે.. કરણના આ વિરોધ સાથે જ શોની અંદર મુખ્ય અભિનય કરી રહેલો સુયશ રાય પોતાના શો અને તેના કંટેટના સપોર્ટમાં આવી ગયો. કરણ તેની આ પોસ્ટને લઈને ખુબ જ ટ્રોલ પણ થયો અને પછીથી તેને આ પોસ્ટ ડીલીટ પણ કરી નાખી હતી.

સૂયશે પોતાના શોનું સમર્થન કરતા જ એક લાંબી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. તેને લખ્યું હતું કે: “મિત્રો, જે પણ કરણ વાહીએ કહ્યું તે તેના પોતાના વિચાર હોઈ શકે છે. એના ઉપર હું અને તમે પ્રશ્નો ના ઉઠાવી શકીએ. પરંતુ એ તથ્ય નથી બદલાતું કે અમે “પહેરેદાર પિયા કી”ની આખી ટિમ આ શોને પ્રેમ કરીએ છીએ અને અમે ખરેખર આ શો માટે ખુબ જ મહેનત કરી છે અને અમે હમેશા કરતા રહીશું.

અમે ફક્ત તમારું મનોરંજન કરવા માંગીએ છીએ.અમારો બાળ વિવાહ કે એવી કોઈ વસ્તુને વધારવાનો કોઈ ઈરાદો નથી. મહેરબાની કરીને તેને જજ ના કરો કે ના કોઈ નિષ્કર્ષ ઉપર કુદો. સોની ચેનલે મંજૂરી આપી જ છે તેમને કઈ સમજી વિચારીને જ નક્કી કર્યું હશે ? અહીંયા સુધી કે પ્રોડ્યુસરે પણ કંઈક સમજી વિચારીને જ આટલું બધું ધન રોકાણ કર્યું હશે.એટલા માટે મારો તમને અનુરોધ છે પહેલા એને જુઓ અને પછી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચો. હું ખોટો પણ હોઈ શકું છું. પરંતુ થોડી રાહ જુઓ. પછી કઈ નક્કી કરો. પહેલા ભાગના આટલા સારા પ્રતિસાદ માટે સૌનો આભાર.

Live 247 Media

disabled