દિયર સાથે મસ્તી કરતી જોવા મળી ભાભી મીરા, સાસુ માંએ કરી આવી કમેન્ટ - Chel Chabilo Gujrati

દિયર સાથે મસ્તી કરતી જોવા મળી ભાભી મીરા, સાસુ માંએ કરી આવી કમેન્ટ

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર તેની ક્લાસી લાઈફસ્ટાઈલ માટે ફેમસ છે. મીરા ભલે નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન પછી મીરા કપૂર સંપૂર્ણપણે તેના રંગમાં રંગાઇ ગઈ છે. મીરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતાની સાથે જ તેના ચાહકો ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરે છે. આવું જ કંઈક મીરા કપૂરની લેટેસ્ટ પોસ્ટમાં જોવા મળી રહ્યું છે. મીરા કપૂરે આ પોસ્ટમાં જે તસવીરો શેર કરી છે તે જોયા બાદ સ્પષ્ટ છે કે તે તેના દિયર ઈશાન ખટ્ટર સાથે સારો સમય વિતાવી રહી હતી અને આ દરમિયાન બંનેએ એકબીજાની તસવીરો ક્લિક કરી છે.

મીરા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ  એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો ચાહકો સાથે શેર કરે છે. હાલમાં જ મીરાએ તેની નણંદના લગ્નમાં પણ ખૂબ જ મસ્તી કરી હતી અને આ દરમિયાન મીરા કપૂરનો લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર તેના રોજિંદા જીવન સાથે જોડાયેલી કોઈને કોઈ વાત શેર કરતી રહે છે. રવિવારે તે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. મીરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મીરાએ બ્રાઉન ક્રોપ ટોપ પહેર્યું છે. આ સાથે તેણે વાળને ખુલ્લા છોડી દીધા છે. બ્લેક કલરના સનગ્લાસ સાથે તેણે ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. તેના એક તસવીરમાં તે દિલ ખોલીને હસી રહી છે. ત્યાં જ છેલ્લી ત,વીરમાં તેનો દિયર અને અભિનેતા ઇશાન ખટ્ટર જોવા મળી રહ્યો છે. મીરાના આ ફોટા પર તેની સાસુ નીલિમા અઝીઝે પણ કોમેન્ટ કરી છે અને કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યુ છે.

આ ઉપરાંત ઘણા ચાહકો આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘અમેઝિંગ પિક્ચર.’ એક યુઝરે કોમેન્ટ કરી, ‘ગોર્જિયસ.’ બીજાએ કહ્યું, ‘હેલો ખૂબસૂરત.’ એકે લખ્યુ, ‘સુપર લવલી ક્યૂટ, તારી ફિટનેસ અદ્ભુત છે.’  તમને જણાવી દઈએ કે મીરાનો દૂર દૂર સુધી ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તે ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરતી પણ જોવા મળે છે.

શાહિદ કપૂરની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. આમાં મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે નિર્માતાઓએ રિલીઝને આગળ ધપાવવાનું નક્કી કર્યું. શાહિદ પાસે જર્સી ઉપરાંત અલી અબ્બાસ ઝફરની એક્શન અને વેબ સિરીઝ ‘રાજ એન્ડ ડીકે’ પણ છે.

Live 247 Media

disabled