સોશિયલ મીડિયા પર ફેલાઇ મિયા ખલીફાની મોતની ખબર, ફેન્સની ફાટી રહી - Chel Chabilo Gujrati

સોશિયલ મીડિયા પર ફેલાઇ મિયા ખલીફાની મોતની ખબર, ફેન્સની ફાટી રહી

ફેમસ સ્ટાર મિયા ખલીફાના ચાહકોને આઘાત લાગ્યો જ્યારે તેના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. અચાનક મિયાને શું થઈ ગયું તે કોઈને સમજાયું નહીં. જ્યારે મિયા ખલીફાએ આ અહેવાલોને અફવા તરીકે સ્પષ્ટ કરી ત્યારે તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો. તેણે કહ્યુ કે તે એકદમ સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે મિયા ભારતમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યા બાદ તરત જ લાઇમલાઇટમાં આવી હતી. ‘ડેઇલી સ્ટાર’ના અહેવાલ મુજબ, મિયા ખલીફાનું ફેસબુક પેજ મેમોરિયલ પેજમાં બદલી દેવામાં આવ્યું હતું. પેજનું શીર્ષક લખવામાં આવ્યુ હતુ, ‘રિમેમ્બરિંગ મિયા ખલીફા’.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

એટલું જ નહીં તેની પ્રોફાઈલ પણ હટાવી દેવામાં આવી હતી. જેના કારણે તેના મોતની અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું કે તે કોઈ અન્ય કારણોસર આવું થયું.તેના મોતના સમાચાર પર, સ્ટારે રવિવારે પોતાનું મૌન તોડ્યું હતું. તેણે ટ્વીટ કરીને કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ક્લાસિક ફિલ્મ મોન્ટી પાયથોન એન્ડ ધ હોલી ગ્રેઇલની મીમ શેર કરતી વખતે, મિયાએ કહ્યું કે તેના મોતના સમાચાર ખોટા છે અને તેની સાથે કંઈ થયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાના આ ટ્વિટ પછી તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો. મિયાના ફેસબુક પેજને મેમોરિયલ પેજમાં રૂપાંતરિત કર્યા બાદ તેની તમામ પોસ્ટ ગાયબ થઈ ગઈ હતી. જો કે, જણાવી દઇએ કે આ પહેલીવાર નથી જ્યારે મિયાના મોતની અફવા ઉડી હોય. અગાઉ 2020માં પણ સોશિયલ મીડિયા પર તેના મોતના સમાચાર આવ્યા હતા. એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ખૂબ જ આઘાતજનક સમાચાર, મિયા ખલીફાએ આત્મહત્યા કરી લીધી છે’.

ઉલ્લેખનીય છે કે, 28 વર્ષની મિયા ખલીફા ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. જોકે, હવે તેણે એ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે. મિયાએ ભારતમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વિટ પણ કર્યું હતું, જેને લઈને તે તરત જ ચર્ચામાં આવી ગઈ હતી.

Live 247 Media

disabled