રિયા ચક્રવર્તી સાથે ધક્કામુક્કી ઉપર ભડક્યું બૉલીવુડ, આ 4 એક્ટ્રેસને પેટમાં દુખ્યું અને બોલી કે

4 એક્ટ્રેસને રિયા પર ખુબ દયા આવી, જાણો કોને શું કહ્યું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી ઉપર સિકંજો કસાતો જાય છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પુછપરછ માટે રિયા રવિવારે  એનસીબી કાર્યાલય પહોંચી હતી. આ દરમિયાન જ મીડિયા કર્મીઓએ રિયાને ઘેરી લીધી હતી. એક તરફ જ્યાં પોલીસ રિયાને ભીડ વચ્ચેથી કાઢવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં મીડિયાએ કોવિડ-19 ના બધા કાયદાઓને બાજુ પર રાખી દીધા હતા.

હવે આ ઘટનાની સમગ્ર બોલીવુડમાં નિંદા થઇ રહી છે. આ મુદ્દે અભિનેત્રી તાપસી પન્નુ, સ્વરા ભાસ્કર, રુચા ચઢ્ઢા અને અનુભવ સિંહ સમેત ઘણા બૉલીવુડ સિતારાઓએ મીડિયાની આલોચના કરી છે.

રિયા ચક્રવર્તી ઉપર સુશાંતના પરિવારજનોએ આત્મહત્યા માટે ઉપસાવવાનો આરોપ લાગાવ્યો છે. આ મામલામાં હવે ડ્રગ્સ કનેક્શન પણ સામે આવ્યું છે. ત્યારબાદ પુછપરછ માટે રિયાને એનસીબીએ બોલાવી હતી.

જયારે રિયા પહોંચી ત્યારે મોટી ભીડના કારણે ધક્કા મુક્કી થવા લાગી હતી. ટ્વીટર ઉપર મીડિયાના આ વ્યવહારની આલોચના કરવામાં આવી છે. અને ઘણા ફિલ્મો સિતારાઓએ તેને ખોટું પણ માન્યું છે.

આ ઘટના માટે અભિનેત્રી તાપસી પન્નૂએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે: “ન્યાયના નામ ઉપર આ લોકોએ એક વ્યક્તિના જીવવાનો અધિકાર છીનવી લીધો છે. એ પણ અપરાધી જાહેર થયા પહેલા. હું પ્રાર્થના કરું છું કે આ બધાને તેમના કર્મોની સજા મળે.”

સ્વરા ભાસ્કરે પણ આ ઘટના ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્વીટમાં કહ્યું છે કે: “ભારતમાં લોકો આટલા નીચે પડી ગયા છે. શરમજનક. અફસોસ…” જો કે સ્વરાના આ નિવેદન માટે લોકોએ તેને ઘણી ટ્રોલ પણ કરી છે.

ફિલ્મ નિર્દેશક અનુભવ સિંહાનું કહેવું છે કે: “એનસીબીના કાર્યાલયમાં ચક્રવર્તીના પ્રવેશનો વિડીયો એ દર્શાવે છે કે મુંબઈમાં મીડિયા, કાનૂન વ્યવસ્થાની ઉપર છે.”

તો આ બાબતે રુચા ચઢ્ઢાએ પણ લખ્યું છે કે “સોશિયલ ડિસ્ટેંસીન્ગ જાય ભાડમાં.” ફિલ્મકાર અલંકૃત શ્રીવાસ્તવે કહ્યું છે કે “જે પ્રકારે આખા દેશની ધ્યાન રિયા ચક્રવર્તી ઉપર છે, તે દુઃખદ છે.”  તેમને ટ્વીટ કર્યું છે કે:

“અર્થવ્યવસ્થા, મહામારી કે ચિંતા કોઈ બીજા વિષય ઉપર વિચાર નહીં. ભારતીયોનું ધ્યાન ફક્ત રિયા ઉપર ટકેલું છે. તેનાથી જ બધા લોકો ખુશ થઇ રહ્યા છે. આનાથી વધારે ઘૃણા નથી જોવા મળી. આ બીમાર થઇ ચુક્યા છે. ખુબ જ બીમાર.”

After post

disabled