મોતના 60 વર્ષ પછી અભિનેત્રીની તસ્વીર વહેંચાઈ 1500 કરોડ રૂપિયામાં, 60 વર્ષ પહેલા થઇ હતી આ અદાકારની મોત, એક સમયે હતા કરોડો ચાહનારાઓ
પુરી દુનિયામાં પોતાની સુંદરતાને લીધે ચર્ચામાં રહેનારી હોલીવુડની દિવંગત અભિનેત્રી મર્લિન મુનરોની એક પોટ્રેટ પેન્ટિંગ એક ઓક્શનમાં લાગેલી હતી, જેને ત્યાંના એક વ્યક્તિએ ખરીદી લીધી છે. આ ઓક્શન Christie’s એ ઓર્ગેનાઈઝ કરાવ્યું હતું, જણાવી દઈએ કે વર્ષ 1964માં બનેલી મર્લીનની આ તસ્વીર 1500 કરોડ રૂપિયામાં નીલામ થઇ છે. આ પેન્ટિંગ અત્યાર સુધીની સૌથી મોંઘી અમેરિકી આર્ટ છે જેણે એક વ્યક્તિએ ખરીદી છે, જો કે આ પેન્ટિંગને ખરીદનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી મળી નથી.પેન્ટિંગ નિલામીની આ ખબર આજે આગની જેમ ચારે બાજુ ફેલાઈ રહી છે અને તેની ખુબ ચર્ચા થઇ રહી છે.
#AuctionUpdate Andy Warhol’s ‘Shot Sage Blue Marilyn’ breaks the #WorldAuctionRecord for the most expensive 20th century work sold at auction; price realized $195 million pic.twitter.com/kOrIIaeT7J
— Christie’s (@ChristiesInc) May 10, 2022
જણાવી દઈએ કે મર્લિન પોતાના સમયની એક શાનદાર અભિનેત્રીઓમાંની એક હતી, જે પોતાની સુંદરતા અને બોલ્ડ અંદાજ માટે ખુબ જ ફેમસ હતી. માત્ર 36 વર્ષની ઉંમરે મર્લિનની મોત થઇ ગઈ હતી. મર્લિનની આ પેન્ટિંગને ‘Shot Sage Blue Marilyn’ કહેવામાં આવે છે જેને વર્ષ 1964માં એન્ડી વારહોલ દ્વારા બનાવવામાં આવી હતી. આ પેન્ટિંગ બનાવવા માટે તેમણે 5 અલગ અલગ કલર સ્કીમનો ઉપીયોગ કર્યો હતો.ખાસ વાત એ છે કે આ પેન્ટિંગ મર્લિનની મૌતના બે વર્ષ પછી બનાવવામાં આવી હતી. આ પોટ્રેટ પેન્ટિંગ મર્લિનની ફિલ્મ Niagaraના પોસ્ટર સાથે હળતી મળતી આવે છે.
View this post on Instagram
મર્લીનની આ પેન્ટિંગમાં શાનદાર કલર કોમ્બિનેશન અને દિલકશ એક્સપ્રેશન દેખાઈ આવે છે. જે વારહોલની સૌથી ફેમસ આર્ટવર્કમાની એક છે. ગૈગોસિયન ગેલેરીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ટોપ ડીલર એન્ડ્ર્યુ કૈંબ્રિકેંટે CNBC સાથે વાતચીતમાં કહ્યું કે,”તે દેખાડે છે કે ક્વોલિટી અને સ્કારસીટી હંમેશા માર્કેટને આગળ વધારવાનું કામ કરશે. આ ડીલથી લોકોના વિચારોને સાઈકોલોજિકલ પુશ મળશે”.
View this post on Instagram
મર્લીનની આ પેન્ટિંગ સ્વિસ આર્ટ ડીલર ફેમિલી ‘The Ammanns’ની પાસે હતી, જે તેઓની પાસે વર્ષ 1970થી છે, જે ઓક્શનમાં એક વ્યક્તિ દ્વારા 1500 કરોડમાં ખરીદવામાં આવી છે. તેઓએ કહ્યું કે આ પૈસાને ચેરિટીમાં દાન કરવામાં આવશે. આ પેન્ટિંગ વહેંચીને જે પૈસા આવ્યા છે તે બાળકોના અભ્યાસ અને હેલ્થ પ્રોગ્રામ માટે ડોનેટ કરવામાં આવશે. જણાવી દઈએ કે મર્લિનની આ પેન્ટિંગ પછી બીજા નંબરનું સૌથી મોંઘુ આર્ટવર્ક લિઓનાર્દો દ વીંચીની alvator Mundi’ છે જે વર્ષ 2017માં 3500 કરોડમાં નીલામ થઇ હતી. જ્યારે ત્રીજા નંબર પર પિકાસોની ‘Les Femmes d’Alger’ છે વર્ષ 2017માં 1400 કરોડમાં વહેંચાઈ હતી.