દુઃખદ: વધુ એક મોટી સેલિબ્રિટીનું નિધન, બાઈક લઈને જતી અભિનેત્રીને નડ્યો અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતા જ મળ્યું ભયાનક મોત - Chel Chabilo Gujrati

દુઃખદ: વધુ એક મોટી સેલિબ્રિટીનું નિધન, બાઈક લઈને જતી અભિનેત્રીને નડ્યો અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતા જ મળ્યું ભયાનક મોત

મનોરંજન જગતમાંથી વધુ એક દુઃખદ સંચાર સામે આવ્યા છે,  32 વર્ષીય મરાઠી ટીવી અભિનેત્રી કલ્યાણી કુરાલે-જાધવનું શનિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કલ્યાણીને ટ્રેક્ટરે ટક્કર મારી હતી. કલ્યાણી રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે પરત ફરી રહી હતી. તેણી તેની બાઇક પર હતી. તેમની રેસ્ટોરન્ટ હાલોંડી સાંગલી ફાટામાં આવેલી છે. આ અકસ્માત તેની રેસ્ટોરન્ટ પાસે થયો હતો. કોલ્હાપુર પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીએ જણાવ્યું કે કલ્યાણી શનિવારે મોડી સાંજે ઘરે જઈ રહી હતી. ત્યારબાદ સાંગલી-કોલ્હાપુર હાઈવે પર હાલોંડી ઈન્ટરસેક્શન પાસે અકસ્માત થયો હતો. “તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો,” પોલીસે જણાવ્યું. ચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે કોલ્હાપુરના શિરોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્યાણી મરાઠી ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતી. તેણે ‘તુજ્યત જીવ રંગલા’ અને ‘દક્કાંના રાજા જ્યોતિબા’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. કલ્યાણીએ તાજેતરમાં કોલ્હાપુરમાં એક રેસ્ટોરન્ટ ખોલી છે જ્યાં તે પોતે ગ્રાહકોની સંભાળ રાખતી હતી. કલ્યાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. નિધનના થોડા કલાકો પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.

Uma Thakor

disabled