સાઉથીની દિગ્ગજ અભિનેતી હોટ પોઝ આપી રહી હતી અને ત્યાં જ એક ફેન ન કરવાનું કાર્ય કરી બેઠો, જુઓ વાયરલ વીડિયો
રાધે શ્યામ ફેમ અભિનેત્રી પૂજા હેગડે બોલિવૂડ ફિલ્મોમાં ક્યારેક જ નજર આવતી હોય છે પરંતુ સાઉથની તે ટોપ અદાકારા છે. તેની ગણતરી સાઉથની સૌથી વધારે ફી લેવા વાળી અભિનેત્રીમાં થાય છે. પૂજા બોલિવૂડ ફિલ્મોમાં પણ ખુબ એક્ટિવ રહે છે.
તેના વીડિયો અવાર નવાર ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. થોડા દિવસ પહેલા પૂજા હેગડે મુંબઈમાં જીમની બહાર સ્પોટ થઇ હતી તે સમયનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પેપરાજી સામે પોઝ આપી રહી હતી.
આ દરમ્યાન પૂજા હેગડેએ પિંક કલરનું જીમ આઉટફિટ પહેરેલું હતું. સાથે જ સફેદ સ્નીકર્સ કેરી કરેલું હતું. આ દરમ્યાન અભિનેત્રી નો-મેકઅપ લુકમાં હતી. એક સમયે તો તેને ઓળખવી પણ મુશ્કેલ થઇ ગઈ હતી. પડદા પર તે જેવી દેખાતી હોય છે તેનાથી બિલકુલ અલગ નજર આવી હતી.
પૂજા હેગડે પેપરાજીને પોઝ આપી રહી હતી ત્યારે અચાનક એક વ્યક્તિ તેની પાસે સેલ્ફી લેવા માટે જતો હોય છે. પૂજા સેલ્ફી માટે પોઝ પણ આપ્ય હતો અને ત્યારબાદ તેની ગાડી બાજુ જવા લાગે છે.
ત્યારે તે વ્યક્તિ તેની સાથે બીજી સેલ્ફી લેવા માટે કહે છે પરંતુ પૂજાએ ના પડી હતી. તે વ્યક્તિ પણ પૂજાની પાછળ જવા લાગે છે ત્યારે ફોટોગ્રાફર્સ તે વ્યક્તિ પર ભડકી ઉઠે છે. ત્યારબાદ તે ત્યાંથી જતો રહે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પૂજા હેગડેના આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેના પર યુઝર્સ મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખું કે એક તસવીર શું ક્લીક કરાવી લીધી આ તો પાછળ જ પડી ગયો. બીજા એક યુઝરે કોમેન્ટ કરી કે,’લાગે છે પહેલી તસવીરમાં બ્યુટી મોડ ઓન કરવાનું ભૂલી ગયો હશે બિચારો.
View this post on Instagram
પૂજા હેગડેની નવી ફિલ્મ ‘રાધે શ્યામ’ થોડા દિવસો પહેલા જ રિલીઝ થઇ છે જેમાં તેણે સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરેલું છે જોકે મોટા બજેટ વાળી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ કરી શકી નહિ. જણાવી દઈએ કે પૂજા હેગડેએ હૃતિક રોશનની ફિલ્મ ‘મોહનજોદડો’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી નહિ. આ ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકરે કર્યું હતું.