પોતાના જીવને જોખમમાં નાખીને એક કોબ્રા સાપને બચાવવા કુવામાં ઉતર્યો આ વ્યક્તિ, દોરડા પર હવામાં લટકીને બચાવતો હતો ત્યારે જ... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

પોતાના જીવને જોખમમાં નાખીને એક કોબ્રા સાપને બચાવવા કુવામાં ઉતર્યો આ વ્યક્તિ, દોરડા પર હવામાં લટકીને બચાવતો હતો ત્યારે જ… જુઓ વીડિયો

એક પાતળા દોરડા પર કુવામાં ઉતરીને સાપને બચાવી રહેલા વ્યક્તિ પર કોબ્રાએ વારંવાર કર્યો હુમલો, છતાં પણ આ વ્યક્તિએ જીવન જોખમે… જુઓ વીડિયો

સાપનું નામ સાંભળીને ભલ ભલા લોકો ભાગવા લાગે, રસ્તામાં કે ખેતરમાં જો સાપ જોવા મળી જાય તો લોકો બુમાબુમ પણ કરી મુકતા હોય છે, ઇન્ટરનેટ પર પણ સાપને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોની અંદર ઘણીવાર સાપને રેસ્ક્યુ કરતા લોકો પણ જોવા મળે છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ સાપની જિંદગી બચાવતા હોય છે.

ત્યારે હાલમાં જ સાપના આવા જ એક રેસ્ક્યુનો વીડિયો  વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાપને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કુવામાં ઉતરતો જોવા મળી રહ્યો છે.  આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક માણસ દોરડાની મદદથી કૂવામાં ઝૂલતા ઝૂલતા કિંગ કોબ્રા સાપને બચાવી રહ્યો છે. વ્યક્તિનું આખું શરીર કૂવામાં પાતળા દોરડા પર લટકેલું છે.

તેનાથી થોડે દૂર એક કાળી બેગ લટકેલી છે, જેમાં તે સતત સાપને મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છે. પહેલા વ્યક્તિ કોઈને કોઈ રીતે સાપને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે. ઘણી જહેમત બાદ તે સાપની પૂંછડીને પકડવામાં સફળ થાય છે. પરંતુ સાપ તેની પકડમાંથી છુટકારો મેળવવા માટે સિસકારો કરતી વખતે હુમલો કરે છે. જો કે, અંતે માણસ કોઈક રીતે સાપને કોથળામાં મુકવામાં સફળ થાય છે.

49 સેકન્ડની આ ક્લિપ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. આને શેર કરતા ટ્વિટર યુઝર @NarendraNeer007એ લખ્યું “પોતાનો જીવ જોખમમાં મૂકીને માણસે સાપને બચાવ્યો….” લોકો સાપને બચાવનાર વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે. તે કહે છે કે સાપે તેના પર ઘણી વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તે વ્યક્તિએ  હિંમતના હારી અને સાપને બચાવ્યો.

Uma Thakor

disabled