એક સાઇકલ પર 10 લોકો, જેમાં 9 તો હતા બાળકો, વીડિયો જોઈને લોકોએ કહ્યું, "ભાઈ આ સાઇકલ છે, સ્કૂલ રીક્ષા નથી", જુઓ તમે પણ - Chel Chabilo Gujrati

એક સાઇકલ પર 10 લોકો, જેમાં 9 તો હતા બાળકો, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “ભાઈ આ સાઇકલ છે, સ્કૂલ રીક્ષા નથી”, જુઓ તમે પણ

9 બાળકોને સાઇકલ પર લઈને જઈ રહ્યો હતો આ વ્યક્તિ, વીડિયો શેર કરનારે કહ્યું. “8 બિલિયન વસ્તી પહોંચવામાં આમનો જ હાથ છે !” જુઓ વીડિયો

રોજ સવારે તમારા ઘરની કે સોસાયટીની બહાર સ્કૂલ રીક્ષા આવતી હોય છે, જેમાં ઘણા બધા બાળકોને એક સાથે બેસાડી દેવામાં આવે છે. ઘણીવાર આવી ઘટનાઓના વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઇ જતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તો તમે ખરેખર હેરાન રહી જવાના છે.

વીડિયોમાં સાઈકલ ચલાવનાર વ્યક્તિ સહિત કુલ 10 લોકો સવાર છે. જેમાં સાઇકલની પાછળ ત્રણ બાળકો બેઠા છે. એક બીજી છોકરી સાઇકલ ચલાવનારનો ખભો પકડીને ઊભી છે. બે અન્ય બાળકો આગળના ભાગમાં બેઠા છે, જ્યારે અન્ય આગળના વ્હીલ પર સ્ટેન્ડ પર બેઠું. આ સિવાય સાઈકલ સવાર વ્યક્તિએ બે બાળકોને પોતાના હાથમાં પકડી રાખ્યા છે.

વીડિયો જોઈને લાગે છે કે સાઈકલ ચલાવનાર વ્યક્તિ તેમને સ્કૂલે મૂકવા જઈ રહ્યો છે અથવા તો સ્કૂલેથી પરત ફરી રહ્યો છે. આ વીડિયો જેકી યાદવ નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જો કે વીડિયોમાં તે ક્યાંનો છે તેનો ઉલ્લેખ નથી. વીડિયો શેર કરતી વખતે યુઝરે લખ્યું છે કે આજે વિશ્વની વસ્તી 8 અબજ થઈ ગઈ છે, આવા લોકોએ આ સિદ્ધિ હાંસલ કરવામાં ઘણું યોગદાન આપ્યું છે.

સાથે જ વીડિયો જોઈ રહેલા અન્ય લોકોએ પણ તેના પર કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે આટલા બાળકો. જ્યારે બીજાએ લખ્યું છે કે જવાબદાર બનો. આ વાયરલ વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન પોતાના પતરફ ખેંચ્યું છે. ઘણા લોકો કોમેન્ટમાં એમ પણ જણાવી રહ્યા છે કે ભાઈ આ સાઇકલ છે સ્કૂલ રીક્ષા નથી.”

Uma Thakor

disabled