બોલીવુડના સેલેબ્સની આ 20 તસ્વીરોમાં તમને કોઈ બીજું પણ આવશે નજર, જોઈને કહો તો કોણ છે આ ? - Chel Chabilo Gujrati

બોલીવુડના સેલેબ્સની આ 20 તસ્વીરોમાં તમને કોઈ બીજું પણ આવશે નજર, જોઈને કહો તો કોણ છે આ ?

તમારી અક્કલ કામ નહિ કરે એવી ૨૦ લાજવાબ તસવીરો, જુઓ

બોલીવુડના સેલેબ્રિટીઓના દીવાના દેશમાં જ નહિ દુનિયાભરમાં પડેલા છે. અને દરેક વ્યક્તિને પોતાના ગમતા સેલેબ્રીટીને મળવાનું ખુબ જ ગમતું હોય છે. પરંતુ સેલેબ્રીટીને મળવું પણ કોઈ સામાન્ય બાબત નથી, અને તેમાં પણ જો તમને તેમના બેડરૂમમાં જવાનું મળે, તેમની સાથે જિમમાં જવાનું મળે, પૂજા કરવાની મળે તો કેવું લાગે ?આ બધું આમ તો સપના જેવું લાગે પરંતુ અહીંયા બતાવેલી તસવીરો જોઈને તમને પણ એમ થશે કે આ વ્યક્તિતો સેલેબ્રિટીઓ સાથે જ હોય છે. જેની તસવીરો જોઈને તમે પણ ક્ષણવાર માટે  વિચારમાં પડી જશો. પરંતુ પછી તમને હકીકત સમજાશે.

1. વિરાટ-અનુષ્કા સાથે: વિરાટ અને અનુષ્કા આ તસ્વીરમાં કરવાચોથ ઉજવી રહ્યા છે, પરંતુ પાછળ ખુરશીમાં બેઠેલા ભાઈ ખબર નહીં શું વિચારે છે ?

2. ઓ ભાઈ ઓ.. આ શું ? એકબાજુ વિરાટ કોહલી અને રાહુલ પોતાની ફિટનેસ બતાવી રહ્યા છે તો બીજીબાજુ જુઓ આ ભાઈ વેફરનું પડીકું લઈને શું કરે છે ?

3. આવી કિસ્મત તમારી છે ? કોઈ છોકરીના ખોળામાં સુવાનું સપનું તો દરેક લોકો જોતા હોય છે, પરંતુ કોઈ સેલેબ્રીટીનાં ખોળામાં સુવાનું સૌભાગ્ય આ ભાઈએ લઇ લીધું.

4. કિસ્મત વાળો છે હો આ ભાઈ ?: આપણે તો સેલેબ્સની આજુબાજુ પણ નથી ફરકી શકતા ત્યારે જુઓ આ ભાઈ અનન્યાની બાજુમાં બેસી ગયો.

5. આ જોઈને તમારો જીવ બળી જશે. બોલીવુડની હસીનાઓ સાથે આવી રીતે સોફા ઉપર બેસવાનું તો કોને ના ગમે ? ખરેખર આ જોઈને તો ઘણાનો જીવ બળી જાય.

6. લો બોલો, બચ્ચન સાહેબની ઓફિસમાં પણ: આ ભાઈની તો હવે વાત જ નથી કરવા જેવી લાગતી. બચ્ચન સાહેબની ઓફિસમાં જઈને તેમને કમ્પ્યુટર ઉપર માહિતી આપે છે.

7. લાગે છે ભાઈ સાથે કસરત કરીને થાકી ગયો: બોલીવુડના ફિટ અને હેન્ડસમ અભિનેતા સલમાન ખાન સાથે આ ભાઈ કસરત કરીને થાકી ગયો લાગે છે. એટલે જ શાંતિથી સુઈ ગયો.

8. લો બોલો, આવી લાઈફ હોય કોઈની?: આ તસ્વીર જોઈને તમે પણ કહેશો કે આ ભાઈ શું કિસ્તમ લઈને આવ્યો છે કે આવી રીતે અભિનેત્રીઓના ઘરમાં પણ આરામથી સુઈ જાય.

9. કાર્તિકની સેલ્ફીમાં પણ દેખાયો: કાર્તિક આર્યન સાથે લાગે છે આ ભાઈની ખાસ દોસ્તી હશે, એટલે જ સેલ્ફી લેતા સમયે પાછળથી ડોકિયાં કરે છે.

10. લો અહીંયા પણ પહોંચી ગયો આ ?: એકબાજુ રણવીર અને દીપિકા રોમાન્ટિક મૂડમાં દેખાય છે ત્યાં ખૂણામાં આ ભાઈ પણ પહોંચી ગયો. કમાલ છે.

11. તો આ ભાઈ હતો રસોડામાં ?: કોકિલાબેન મોદીનો વાયરલ થયેલા વીડિયોમાં એમને પૂછ્યું હતું કે રસોડે મેં કોન થા. તો હવે ખબર પડી કે આ ભાઈ હતો રસોડામાં.

12. દીપિકાનો ડ્રાઈવર છે ? આ તસ્વીર જોઈને તો એમ જ લાગે કે આ ભાઈ દીપિકાનો ડ્રાઈવર હશે. હવે હકીકત તો એજ જાણે.

13. તો વરુણ ધવનના લગ્ન આ ભાઈએ કરાવ્યા: આ ભાઈ તો લગ્ન પણ કરાવે છે. આ તસ્વીર જોઈને તો એમ જ લાગે કે વરુણ ધવનના લગ્ન પણ તેને જ કરાવ્યા હશે.

14. કૈટરીના સાથે બર્થડે: આપણે તો જન્મ દિવસની ઉજવણી કરીએ તો થોડા ફ્રેન્ડ જ આવે પણ આ ભાઈ તો એમના જન્મ દિવસ કૈટરીના સાથે ઉજવે.

15. બસ હવે આજ જોવાનું બાકી હતું: કરીના કપૂરે હાલમાં જ બીજા દીકરાને જન્મ આપ્યો. પરંતુ તૈમુર આ ભાઈને બાળક બનાવીને દૂધુ પીવડાવશે તેની ખબર નહોતી.

16. સારા ખાન પણ આની જોડે રજાઓ મનાવે ? સારા ખાન માલદીવ રજાઓ માનવવા ગઈ હતી, પરંતુ આ ભાઈ પણ જોડે હશે એવું કોઈએ વિચાર્યું નહોતું.

17. સેલેબ્રિટીઓ સાથે જમવાનું: લો બોલો આ ભાઈ તો સેલેબ્રિટીઓ સાથે જમવા પણ બેસી જાય છે. સાલું આવું તો કોને મળે ?

18. સારા સાથે પૂજા: આ ભાઈ પૂજા પાઠમાં પણ શ્રદ્ધા રાખે છે. સારા અલી ખાન સાથે પૂજામાં પણ બેસી ગયો. વાહ ભાઈ વાહ. મોજ કરાવી દીધી.

19. રાની મુખર્જી સાથે: આ ભાઈ તો દુર્ગા પૂજા કરવા માટે રાની મુખર્જી સાથે જાય છે. કહેવું પડે હો બાકી…

20. નતાશાએ હા આ ભાઈએ જ પડાવી લાગે: હાર્દિક પંડ્યા અને નતાશા રોમાન્ટિક દેખાય છે, તો આ ભાઈ પણ પાછળ ઉભા ઉભા એવા ઈશારા કરે છે કે લાગે તેને જ હા પડાવી હશે.

Live 247 Media

disabled