આ ભાઈની મહેનતને સો સો સલામ ! માથા પર બાઈક લઈને બસમાં ચઢાવતા આ ભાઈનો વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જે અવિશ્વનીય કામ કરતા હોય છે અને તેમના કામને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઈન્ટરનેટ પર આવા કારનામા કરતા એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો છે કે લોકો તેની તુલના કેપ્ટન અમેરિકા સાથે કરવા લાગ્યા છે. આ વિડિયોમાં વ્યક્તિ પોતાના માથા પર બાઇક ઉઠાવી રહ્યો છે. એટલું જ નહીં, તે બાઇકને માથા પર લઈને બસમાં ચઢી રહ્યો છે.

આ માણસની તાકાત અને મસલ પાવર જોઈને લોકો દંગ રહી જાય છે. કેટલાક લોકો તેની સરખામણી બાહુબલી સાથે કરી રહ્યા છે તો કેટલાક એવેન્જર્સ સુપરહીરો કેપ્ટન અમેરિકા સાથે. આ ક્લિપ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. આ વીડિયો બસ સ્ટેન્ડ પર બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ બાઇકને માથા પર લઈને ખૂબ જ આરામથી જતો જોવા મળે છે.

શરૂઆતમાં તે તેના માથા પર મૂકેલી બાઇકને હાથ વડે ટેકો આપે છે. ચાલતાં ચાલતાં તે બસ સાથે જોડાયેલી સીડી પાસે પહોંચે છે અને પછી ત્યાં લાગેલી નાની સીડી પર ચઢીને બાઇકને બસની છત પર લઈ જાય છે.  આ દરમિયાન તે એક વાર પણ હાથ વડે બાઇકને ટેકો આપતો નથી.  જેવો તે બસની છત પર ચઢે છે કે તરત જ ત્યાં હાજર લોકો બાઇક પરથી ઉતરીને તેને ત્યાં જ રાખી દે છે.

વીડિયોમાં ત્યાં હાજર લોકોની ભીડ જોવા મળે છે જે વ્યક્તિને જોવા માટે ત્યાં એકઠા થાય છે. આ વીડિયોનું કેપ્શન આપવામાં આવ્યું છે, હકીકતમાં તે સુપરમેન છે. આ વીડિયો શુક્રવારે શેર કરવામાં આવ્યો ત્યારથી ટ્વિટર પર લાખો લોકોએ જોયો છે. વીડિયો જોઈ રહેલા એક વ્યક્તિએ તો ત્યાં સુધી લખ્યું કે કેપ્ટન અમેરિકા પણ આ કરી શકે નહીં.

disabled