નીતા અંબાણી કરતા પણ વધારે સુંદર છે તેની બહેન મમતા દલાલ, લાઇમલાઈટથી દૂર રહીને કરે છે આ કામ

દુનિયાના સૌથી મોટા બિઝનેસમેનમાં નામના ધરાવનારા અને દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીની જીવનશૈલી કોઈથી છુપી નથી. મુકેશ અંબાણી આલીશાન ઘર એન્ટેલિયામાં પોતાના પરિવાર સાથે રહે છે, અંબાણી હાઉસ પણ દુનિયાના મોંઘા ઘરોમાં શામિલ છે. જો કે અંબાણી પરિવાર વિશેની વાતો કે તેની જીવનશૈલી રોજ બરોજ ચર્ચામાં આવતી જ હોય છે પણ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે લાઇમલાઇટથી દૂર રહે છે, છતાં પણ અંબાણી પરિવારનો જ એક હિસ્સો છે.

અમે વાત કરી રહ્યા છીએ નીતા અંબાણીની બહેન મમતા દલાલની.  સુંદરતા અને ફિટનેસની બાબતમાં નીતા અંબાણી કોઈથી કમ નથી પણ તેની બહેન મમતા નીતાજી કરતા પણ સુંદર છે. મમતા લાઇમલાઇટમાં રહેવાનું પસંદ નથી  કરતી અને તે ભાગ્યે જે મીડિયાના કેમેરામાં કૈદ થાય છે.

નીતા અને મમતાને સુંદરતા તેને વારસમાં મળી છે, કેમ કે તેની માં પૂર્ણિમા દલાલ પણ એટલી જ સુંદર છે. અંબાણીના બાળકોના લગ્નની તસવીરો સામી આવી ત્યારે મમતા દલાલને જોતા જ સૌ કોઈ હેરાન રહી ગયા હતા, અને ત્યારથી મમતા દરેકની નજરોમાં આવી ગઈ હતી.

મમતા નિતાજી કરતા ઉંમરમાં 4 વર્ષ નાની છે અને મમતા વ્યવસાયથી એક શિક્ષક છે અને બોલીવુડના દિગ્ગજ કલાકારોના ઘણા બાળકોને ભણાવી ચુકી છે.

જ્યારે મમતાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે લોકોનું માનવું હતું કે નિતાજી કરતા મમતા વધારે સુંદર છે. આકાશ અંબાણીના લગ્નમાં મમતાએ રેડ કલરની સાડી પહેરી હતી જેમાં તે નિતાજી કરતા પણ વધારે સુંદર દેખાઈ રહી હતી.

જણાવી દઈએ કે મમતા ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે અને બાળકોને ભણાવે પણ છે. મમતા શાહરુખ ખાન, સચિન તેંદુલકર, ઐશ્વર્યા રાય, રવીના ટંડન, રિતિક રોશન, ચંકી પાંડે સહીત ઘણા કલાકારોના બાળકોને ભણાવી ચુકી છે.

મમતાની બહેન નીતાના પરિવાર સાથે ખુબ સારી એવી બોન્ડિંગ છે અને અંબાણી પરિવારના ફંક્શનમાં પણ જોવા મળે છે.   મમતા ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે મોડેલિંગ પણ કરી ચુકી છે.

disabled