મલ્લિકા શેરાવતની બેડ પરની રાતની આ આદતથી પરેશાન છે તેનો બોયફ્રેન્ડ, કહે છે આવી વાતો

બોલીવુડની સૌથી બોલ્ડ ફટાકડીની રાતની આ હરકતથી બોયફ્રેન્ડ ટકતા નથી, જાણીને શરમ આવી જશે

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતની ગણતરી સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. પરંતુ અભિનેત્રીનું કહેવુ છે કે, તે ઓફ સ્ક્રીન એકદમ અલગ છે. તેને ના તો પાર્ટીનો શોખ છે અને ના તો ડ્રિંકનો. હવે મલ્લિકા શેરાવતે તેની પર્સનલ લાઇફ વિશે એવું કહી દીધુ છે જેને કારણે તે ચર્ચામાં આવી ગઇ છે. અભિનેત્રીએ જણાવ્યુ કે, તે રિલેશનશિપમાં છે. જો કે, તેણે તેના બોયફ્રેન્ડના નામનો ખુલાસો કર્યો નથી. પરંતુ એ જરૂરથી જણાવ્યુ છે કે, તેના બોયફ્રેન્ડને તેની કઇ આદત પસંદ નથી.

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન મલ્લિકા શેરાવતે તેની પર્સનલ લાઇફ અને લવ લાઇફ પર દિલ ખોલીને વાત કરી હતી. મલ્લિકાએ જણાવ્યુ કે તે ઘણા સમયથી રિલેશનશિપમાં છે અને તે આ પાર્ટનર સાથે ફ્યુચર પણ જુએ છે. મલ્લિકા શેરાવતે જણાવ્યુ કે, તે તેના બોયફ્રેન્ડને પહેલીવાર ફ્રાંસમાં મળી હતી અને તેઓ કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

મલ્લિકા તેની લવ લાઇફ પર ખુલીને જણાવતા કહે છે કે તે સૂવા માટે બેડ પર જલ્દી જતી રહે છે, જેને કારણે તેનો બોયફ્રેન્ડ તેને ‘નન’ બોલાવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મલ્લિકાને પૂછવામાં આવ્યું કે શું તે હજુ પણ એટલી વ્યસ્ત છે કે તેની પાસે સંબંધ માટે સમય નથી. આના પર તે કહે છે, ‘ના-ના, મારા જીવનમાં પ્રેમ છે. હા, હું મારી કારકિર્દીની શરૂઆતમાં ખૂબ જ વ્યસ્ત હતી. પરંતુ, હવે હું મારા જીવનમાં આરામદાયક છું અને પ્રેમ એ મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.

મલ્લિકા કહે છે કે સ્ક્રીન પર જોઈને લોકોએ તેના વિશે એવી છાપ ઊભી કરી છે કે તે વાસ્તવિક જીવનમાં પાર્ટી પર્સન હશે, ઘણીવાર પાર્ટી કરતી હશે, ડ્રિંક કરતી હશે. પરંતુ, વાસ્તવિક જીવનમાં આવું કંઈ નથી. મલ્લિકા કહે છે- ‘હું વાસ્તવિક જીવનમાં ખૂબ જ આધ્યાત્મિક છું. મને વહેલું સૂવું ગમે છે.

મારો બોયફ્રેન્ડ હંમેશા આ વિશે ફરિયાદ કરે છે અને કહે છે – તુ ‘નન’ છે શું ? તુ હંમેશા વહેલા સૂઈ જાય છે, શું સમસ્યા છે? મલ્લિકાએ તેના બોયફ્રેન્ડને મળવા વિશે જણાવ્યું, અમે અમારા મિત્રો સાથે સેન્ટ-ટ્રોપેઝની મુલાકાત લેતા હતા. અમે એક જ હોટેલમાં હતા. ત્યાં મળ્યા અને મામલો આગળ વધ્યો.

After post

disabled