માત્ર બે દોરીઓ પર ટકેલી બ્રાલેટ પહેરીને એરપોર્ટ પર પહોંચી મલાઈકા, પાછું વળી વળીને જોતા જ રહી ગયા લોકો - Chel Chabilo Gujrati

માત્ર બે દોરીઓ પર ટકેલી બ્રાલેટ પહેરીને એરપોર્ટ પર પહોંચી મલાઈકા, પાછું વળી વળીને જોતા જ રહી ગયા લોકો

બોલીવુડની અભિનેત્રી અને ડાન્સર  એવી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર સેર કરતી રહે છે. હાલ મલાઈકા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે હંમેશા પોતાની પ્રશ્નલ લાઈફ કે પછી અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહે છે. મલાઈકા અર્જુન કપૂર સાથે પોતાના વેકેશનના દિવસોની પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

મલાઇકાને જો કે મેકઅપ કરવો ખુબ પસંદ છે, તે સુંદર અને સ્ટાઈલિશ દેખાવા માટે પોતાના કપડાના અનુસાર મેકઅપ કરવાનું પસંદ કરે છે.મલાઈકા હંમેશા ઇવેન્ટના અનુસાર જ કપડા પહેરવાનું પસંદ કરે છે અને તેને બોલીવુડની ફેશન ડીવા પણ  માનવામાં આવે છે. જણાવી દઈએ કે અમુક સમય પહેલા મલાઈકાનું એક્સિડન્ટ થયું હતું જો કે તેમાં તેને કઈ ખાસ ઇજા થઇ ન હતી. એક્સીડેન્ટ પછી મલાઈકા ફરીથી એક્ટિવ થઇ ગઈ છે.

એવામાં હાલમાં જ મલાઈકાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. હંમેશાની જેમ આ વખતે પણ તેનો એરપોર્ટ લુક એકદમ અલગ જ હતો.જેનો  વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. મુંબઈ એરપોર્ટ પર મલાઈકા વ્હાઇટ બ્રાલેટ અને પ્લાઝો સ્ટાઇલ પેન્ટ પહેરીને સ્પોટ થઇ હતી.આ આઉટફિટ સાથે મલાઈકાએ ગોગલ્સ પણ પહેર્યા હતા અને બ્લેક બેગ પણ કેરી કરી રાખ્યું હતું, અને પોતાના હાથમાં કેપ પણ રાખી હતી.હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં મલાઈકાનો અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો.

અહીં સૌથી ખાસ વાત એ છે કે તેની બ્રાલેટ પાતળી પાતળી દોરીઓ પર ટકેલી હતી, અને તેના પર દરેક કોઈની નજરો થંભી ગઈ હતી.જેવી જ મલાઈકા એરપોર્ટ પર પહોંચી કે ત્યાં હાજર લોકો તેને વળી વળીને જોઈ રહ્યા હતા. મલાઈકાએ ત્યાં હાજર પોતાના ફેન્સ સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી અને મીડિયા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા. મલાઈકાનો આ અવતાર લોકોએ ખુબ પસંદ કર્યો હતો અને તેના પર હજારો લાઇક્સ આવી ચુકી છે.  લોકો મલાઈકાના આ અવતાર પર હોટનેસ કવિન, લુકિંગ બ્યુટીફૂલ, હોટ, ગોર્જીયસ  જેવી કમેન્સ્ટ કરી રહ્યા છે.

મલાઈકા અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી અર્જુન કપૂર સાથે રિલેશનમાં આવી ચુકી છે. એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ અર્જુન કપૂર સાથેના પોતાના રિલેશન પર દિલ ખોલીને વાત કરી હતી, અને તેણે માન્યું હતું કે તે આ રિલેશન પર એકદમ સિરિયસ છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે તેમ છે, જો કે બંનેમાંથી કોઈએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓ ક્યાં અને ક્યારે લગ્ન કરશે.

Uma Thakor

disabled