અર્જુન કપૂરે ખોલી દીધુ રાતનું ગંદુ સિક્રેટ, કહ્યુ- મલાઇકાના આવવાથી રાત્રે તેને…

બોની કપૂરનો દીકરો અને અભિનેતા અર્જુન કપૂર આજ કાલ તેની ફિલ્મ ‘કુત્તે’ના પ્રમોશનના કારણે મીડિયા સાથે ઘણી વાતચીત કરી રહ્યો છે. જણાવી દઇએ કે, પ્રમોશનલ ઇન્ટરવ્યુઝમાં અભિનેતા તેના કામ સાથે સાથે તેની પર્સનલ લાઇફને લઇને પણ કેટલાક સવાલોના જવાબ આપે છે. આવો જ એક સવાલ હતો કે મલાઇકા તેના જીવનમાં આવ્યા બાદ શું બદલાવ લઇને આવી અને તેને ડેટ કર્યા બાદ અર્જુનને શું નવું મહેસૂસ થાય છે.

અર્જુન કપૂરે એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન જવાબ આપ્યો કે મલાઇકાને ડેટ કર્યા બાદ તે રાત્રે ચેનથી સૂઇ શકે છે. મલાઇકાના આવવાથી તેને રાત્રે ચેનથી ઊંઘ આવવા લાગી છે. તે કહે છે કે જ્યારે તે સૂવા જઇ રહ્યો હોય અને પછી જ્યારે તે ઉઠે તો તે ખુશ હોય છે અને આનો શ્રેય મલાઇકાને જાય છે. અર્જુને કહ્યુ હતુ કે, એવા પાર્ટનર હોવુ કે જે તમને સિક્યોર રાખે છે, જે તમને ડેઇલી મૂવમેન્ટ અને વિચારમાં રિફલેક્ટ હોય. તેણે મને પોતાનો પર્સન બનવા દીધો છે.

અમે બંને એકબીજાની લાઇફમાં પૂરી રીતે ફિટ થઇએ છીએ. અર્જુને કહ્યુ કે, ભલે સમાજના પોઇન્ટ ઓફ વ્યુથી અમારું રિલેશન યુનિક હોય પણ મેજર કારણ છે, જેને કારણે હું ખુશ રહીને સૂવું છે અને ખુશ થઇ જાગુ છુ. જણાવી દઇએ કે, અર્જુન કપૂરની નવી ફિલ્મ કુત્તેને ઓડિયન્સનો ઠંડો રિસ્પોન્સ મળી રહ્યો છે પણ અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઇકાને તેની ફિલ્મ ઘણી પસંદ આવી.

અભિનેત્રીએ ફિલ્મ અને અર્જુનના કામની પ્રશંસા સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટા સ્ટોરીમાં કરી હતી. જણાવી દઇએ કે, અર્જુન અને મલાઇકા કામથી વધારે તેમની અંગત લાઇફને લઇને ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર એકબીજા સાથેની તસવીરો શેર કરે છે અને પ્રેમ લૂંટાવે છે. બંને ઘણીવાર રોમેન્ટિક વેકેશન પર પણ જાય છે. આ ઉપરાંત તેઓ ન્યુ યર પણ સાથે મનાવે છે.

disabled