એક હાથમાં ગ્લાસ લઇને અર્જુન કપૂરને કિસ કરતી જોવા મળી મલાઇકા અરોરા, મોડી રાત્રે જન્મદિવસ સેલિબ્રેટ કરવા પહોંચી બોયફ્રેન્ડના ઘરે - Chel Chabilo Gujrati

એક હાથમાં ગ્લાસ લઇને અર્જુન કપૂરને કિસ કરતી જોવા મળી મલાઇકા અરોરા, મોડી રાત્રે જન્મદિવસ સેલિબ્રેટ કરવા પહોંચી બોયફ્રેન્ડના ઘરે

મોડી રાત્રે બોયફ્રેન્ડ અર્જુુન કપૂરના ઘરે પહોંચી મલાઇકા અરોરા, શોર્ટ ડ્રેસમાં બતાવ્યા બોલ્ડ લેગ્સ – જોતા જ પસંદ આવી જશે

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા 23 ઓક્ટોબરે એટલે કે આજે તેનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.આ ખાસ દિવસ પર મલાઇકાને તેના પરિવાર અને મિત્રો તેમજ ચાહકો તરફથી ખૂબ જ વિશ મળી રહી છે. જ્યારે ફિટનેસ પ્રેમી મલાઈકા અરોરા ઘરની બહાર જોવા મળે છે, ત્યારે તે હંમેશા પોતાની સ્ટાઇલ ગેમથી સાબિત કરે છે કે સ્ટાઇલિશ દેખાવા સાથે ઉંમરનો કોઇ સંબંધ નથી.

હાલમાં પણ મલાઈકાનો આવો જ લુક પેપરાજીના કેમેરામાં કેદ થતો જોવા મળ્યો છે. ‘છૈયા છૈયા’ ગર્લ મલાઈકા અરોરા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. 48 વર્ષની અભિનેત્રીએ શુક્રવારે મોડી રાત્રે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન, તેણે પોતાના માટે એવા કપડા પસંદ કર્યા હતા, જે તેના બોલ્ડ અને હોટ વાઇબ ઉમેરી રહ્યા હતા.

11 વર્ષ નાના બોયફ્રેન્ડના ઘરે આયોજિત પાર્ટી માટે, મલાઈકા અરોરાએ વ્હાઇટ કલરનો શોર્ટ લેન્થ ડ્રેસ પસંદ કર્યો હતો, જેને તેણે એવી રીતે સ્ટાઈલ કર્યો હતો કે તેનો ઓવરઓલ લુક હોટ જોવા મળી રહ્યો હતો. અભિનેત્રીએ આ સમય દરમિયાન કોટન મિક્સ શર્ટ ડ્રેસ પહેર્યો હતો, જે આ દિવસોમાં ખૂબ ટ્રેન્ડમાં છે.

મલાઈકાનો ડ્રેસ રેપિંગ પેટર્નમાં હતો, જેની લંબાઈ અપર થાઈ પોર્શન સુધી રાખવામાં આવી હતી. ડ્રેસમાં ડીપ પ્લન્ગિંગ નેકલાઇન હતી, જે સ્કીનીફિટમાં નહોતી પણ લૂઝ પેટર્નમાં હતી. ડ્રેસમાં પ્લેટ્સ પણ ઉમેરવામાં આવ્યા હતા. મલાઇકાના ડ્રેસની પેટર્ન બોલ્ડ કટઆઉટ રાખવામાં આવી હતી, જેની ફિટિંગ અને લંબાઈ મલાઈકાના આખા શરીરને ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ કરી રહી હતી.

ગર્લફ્રેન્ડ મલાઈકાના જન્મદિવસ પર અર્જુન કપૂરે એક તસવીર શેર કરી લખ્યું – આજે કે અન્ય કોઈ દિવસ હું ફક્ત તમારા ચહેરા પર સ્માઇલ જોવા માંગુ છું. હું પ્રાર્થના કરું છું કે તમે આ વર્ષે સૌથી વધુ સ્મિત કરો.

મલાઇકાના લુકની વાત કરીએ તો, તેણે તેના લુકને એવી રીતે સ્ટાઇલ કર્યો કે જે તેની બોડીને કોમ્પલિમેન્ટ કરી રહ્યો હતો અને આ ડ્રેસમાં સરળતાથી તેના ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. ડ્રેસમાં બિશપ સ્લીવ્ઝ હતી, જેણે મલાઈકાના સ્મૂધ શોલ્ડર્સને ચમકાવવામાં કોઈ કસર છોડી ન હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, મલાઈકા હાલમાં રિયાલિટી શો સુપરમોડલ ઑફ ધ યર સીઝન 2માં જજ તરીકે જોવા મળે છે. આ શોમાં તેની સાથે અનુષા દાંડેકર અને મિલિંદ સોમન છે. આ ઉપરાંત, તે કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર સાથે ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2માં જજ તરીકે પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Live 247 Media

disabled