46 વર્ષની ઉંમરમાં હવે 1 છોકરીની માતા બનવા ઈચ્છે છે મલાઈકા, 4 વર્ષ પહેલા પતિને આપી દીધા હતા છુટા છેડા - Chel Chabilo Gujrati

46 વર્ષની ઉંમરમાં હવે 1 છોકરીની માતા બનવા ઈચ્છે છે મલાઈકા, 4 વર્ષ પહેલા પતિને આપી દીધા હતા છુટા છેડા

બાપ રે બાપ આ શું? મલાઈકા અર્જુનના બાળકની માં બનશે? જાણો વિગત

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં અર્જુન કપૂરને ડેટ કરવાની અને ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં જજ તરીકે નજર આવવાના લીધે ચર્ચામાં છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. તાજેતરમાં, ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના મંચ પર અભિનેત્રીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે એક દીકરીની માતા બનવા માંગે છે. જો આવું ન થાય તો તે દીકરીને દત્તક લેવાનું પસંદ કરશે.

47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે. મલાઈકા ઘણા વર્ષો સુધી અરબાઝ ખાનની પત્ની તરીકે રહી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બંને અલગ થઈ ગયા છે. બંનેને એક પુત્ર છે જે હવે 19 વર્ષનો છે. પણ મલાઈકાને હવે પુત્રી પણ જોઈએ છે.

અભિનેત્રી ‘સુપર ડાન્સર’ના મંચ પર સ્પર્ધક અંશિકા રાજપૂતના ડાન્સથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેને પણ દીકરીની ચાહ થવા લાગી. આ દરમિયાન, મલાઈકાએ ફ્લોરિનાને તેના ખોળામાં બેસાડીને કહ્યું- ‘ હું તને મારા ઘરે લઈ જઉં? મારા ઘરે એક દીકરો છે.

હું ઘણા સમય પહેલા કહેતી હતી કે મારી ઈચ્છા છે કે મારી એક દીકરી હોય.’ ત્યારબાદ તે ફ્લોરિનાને કહે છે- ‘મારી પાસે ખૂબ સુંદર બૂટ અને કપડાં છે પણ તેને પહેરવા માટે કોઈ નથી.’ આ પછી, ભાવુક મલાઈકા ફ્લોરિનાને કિસ કરે છે અને તેને ગળે લગાવે છે.

મલાઈકાએ કહ્યું હતું કે તે હવે માતા બનવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તે પણ એક પુત્રી ઇચ્છે છે, કારણ કે તેની આજુ બાજુ તમામ છોકરાઓ છે. તે એક પુત્રની માતા છે, પરંતુ તેને એક પુત્રીની જરૂર છે જેની સાથે તે પોતાનો મેક-અપ, બુટ અને કપડાં શેર કરી શકે.

તેમજ થોડા સમય પહેલા, એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાને તેના બીજા લગ્ન અને બાળક વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યારે મલાઈકાએ કહ્યું હતું કે હજુ સુધી લગ્નની કોઈ પ્લાન નથી, પરંતુ જ્યારે પણ તે લગ્ન કરશે ત્યારે તે ચોક્કસપણે ફરીથી માતા બનવાનું પસંદ કરશે. 47 વર્ષની ઉંમરે પણ માતા બનવામાં કોઈ જ વાંધો નથી.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.

Live 247 Media

disabled