દીકરા સાથે માત્ર શર્ટ પહેરી નીકળી પડી મલાઇકા અરોરા, યુઝર્સે લીધી આડે હાથ- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

દીકરા સાથે માત્ર શર્ટ પહેરી નીકળી પડી મલાઇકા અરોરા, યુઝર્સે લીધી આડે હાથ- જુઓ વીડિયો

દીકરા સાથે એટલા બોલ્ડ લુકમાં જોવા મળી 48 વર્ષીત મલાઇકા અરોરા કે લોકોએ પૂછ્યુ- પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ ?

બોલિવુડની હસીન અદાકારા મલાઇકા અરોરા અવાર નવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર તે તેની બોલ્ડનેસને લઇને તો ઘણીવાર તે અર્જુન કપૂરને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ અલગ છે. હાલમાં જ તે તેના પુત્ર સાથે એવા કપડામાં જોવા મળી કે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. ટ્રેન્ડી બનવા માટે મલાઈકા અવારનવાર પોતાની ફેશન સેન્સનો પ્રયોગ કરતી રહે છે. એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં મલાઈકા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. મલાઇકાની સાથે તેનો દીકરો અને તેની બહેન પણ જોવા મળી રહ્યા છે. અમૃતા અરોરાએ સફેદ રંગનો કોટ-પેન્ટ પહેર્યો હતો અને તેના ફોર્મલ લુકને કેઝ્યુઅલ ટચ આપ્યો હતો. આ સાથે તેણે સફેદ સ્નીકર્સ પહેર્યા હતા અને બ્લેક શેડ્સ સાથે તેનો લુક પૂરો કર્યો હતો. જ્યારે મલાઈકાનો દીકરો અરહાન બ્લેક ટી-શર્ટ અને ગ્રીન જોગર્સમાં જોવા મળ્યો હતો.

પરંતુ મલાઈકા અરોરા બ્લુ વ્હાઇટ કલરનો ઓવરસાઈઝ સ્ટ્રાઈપ શર્ટમાં જોવા મળી હતી. જે બાદ વીડિયો સામે આવતા જ લોકો તેને પેન્ટ પહેરવા વિશે પૂછવા લાગ્યા. એક યુઝરે લખ્યું, ‘શું તમે તમારું પેન્ટ ભૂલી ગયા છો’. બીજાએ લખ્યું, ‘આ લોકો માત્ર શર્ટ પહેરે છે અને ગમે ત્યાં જાય છે’. અન્ય એકે લખ્યું, ‘ઈસકો કોઈ પેન્ટ દે દો રે બાબા’. બીજાએ લખ્યુ, ‘આટલો મોટો દીકરો છે અને આવા કપડાં પહેરે છે, કોઈ શરમ નથી આને.’તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અવાર નવાર ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ આની તેના પર કોઈ અસર થતી નથી. આ પહેલા મલાઈકા અરોરા તેના મિત્ર અને બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ મેકર કરણ જોહરની જન્મદિવસની પાર્ટીમાં તેના આઉટફિટને કારણે ટ્રોલ થઈ હતી. તેણે ગુલાબી રંગની બ્રા સાથે લીલા રંગનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. મલાઈકાએ સ્ટેટમેન્ટ નેકલેસ, રેડ હીલ્સ અને પર્સ સાથે તેના લુકને સ્ટાઇલ કર્યો. આવા બોલ્ડ લુકને કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોને તેનો લુક પસંદ આવ્યો તો ઘણા લોકોએ તેને ટ્રોલ કરી અને તેની ડ્રેસિંગ સેન્સને બકવાસ ગણાવી.

 

Live 247 Media

disabled