મોડી રાત્રે રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ મલાઈકા અરોરા, હાઈ હીલ્સથી હેરાન થઇને સંભાળીને ચાલવાની આવી નોબત.... - Chel Chabilo Gujrati

મોડી રાત્રે રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ મલાઈકા અરોરા, હાઈ હીલ્સથી હેરાન થઇને સંભાળીને ચાલવાની આવી નોબત….

ઓપ્સ મોમેન્ટ થઇ ગઈ…મોડી રાત્રે આટલી ઊંચી હીલ્સ પહેરીને બહાર નીકળવું મલાઈકા અરોરાને પડ્યું ભારે, જુઓ

મોટા ભાગના બોલિવૂડ સેલેબ્સ તેમના આગામી પ્રોજેક્ટ્સ તેમજ પાર્ટી અને ઇવેન્ટ્સમાં વ્યસ્ત છે. તેવામાં કેટલાક જીમ, સલુન્સ અને લંચ-ડિનર ડેટ પર પણ સ્પોટ થતા હોય છે. પાર્ટી ફેન મલાઈકા અરોરા તાજેતરમાં મોડી રાત્રે મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. અવાર નવાર મલાઈકા  મોર્નિંગ વોક કે પછી જીમની બહાર સ્પોટ થતી હોય છે પરંતુ આ વખતે મલાઈકા રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ હતી.

હંમેશાની જેમ આ વખતે પણ મલાઈકા અરોરા ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. જોકે મલાઇકા તેની હાઈ પેન્સિલ હીલ્સથી થોડી હેરાન થતી દેખાતી હતી.  જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે આ સમય દરમ્યાન મલાઈકાને ચાલવા માટે સહારો લેવો પડ્યો હતો.

મલાઈકા અરોરાએ કોરોનાથી બચવા માટે  મોઢા ઉપર માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું.  મલાઈકાના લુકની વાત કરીએ તો અભિનેત્રી વ્હાઈટ ઓવર સાઈઝના શર્ટમાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર ચાહકો મલાઈકા અરોરાના આ લુકની તુલના બાર્બી ડોલ સાથે કરી રહ્યા છે.

આ દરમ્યાન મલાઈકાએ મિનિમલ મેકઅપ કર્યો હતો અને તેના કારણે તેના ચહેરાનો રંગ બદલાયેલો દેખાઈ રહ્યો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે તેની આંખોમાં ઉદાસી છે અને તેના વાળ પણ ખુલ્લા છે. મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

મલાઈકા અરોરા રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા બાદ કેમેરામેનને પોઝ આપ્યા હતા. જે તસવીરો સામે આવી છે તે જોઈને એવું કહી શકાય કે મલાઈકા વધારે પોઝ આપવાના મૂડમાં હતી નહિ. જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં આઈટમ સોન્ગ કર્યું નથી. હાલમાં મલાઈકા ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને જજ કરી રહી છે.

મલાઈકા અરોરા અવારનવાર પોતાના અંગત જીવન માટે ચર્ચામાં રહેતી હોય  છે. મીડિયા રિપોર્ટ અનુસાર 47 વર્ષીય મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને લગભગ ચાર વર્ષથી ડેટ કરી રહી છે. મલાઈકા તેના બોલ્ડ લુક તેમજ રિયલ લાઈફ તેના સાહસિક નિર્ણને લઈને હેડલાઇન્સમાં રહેતી હોય છે.

Live 247 Media

disabled