અર્જુનને ફોન માટે ટોકવું મલાઈકા અરોરાને પડી ગયું ભારે, હવે આવું કહીને અભિનેત્રીને કરી હેટર્સે ટ્રોલ
યોગા ક્લાસીસ જતી મલાઈકા અરોરા ફરી એક વખત તેની તસવીરોના કારણે ટ્રોલ થઇ છે. આ વખતે તેની ટ્રોલિંગનું કારણ તેના કપડાં નહિ પરંતુ કંઈક બીજું છે. જે સાંભળીને ચોક્કસ તમને તો શું અર્જુન કપૂરને પણ હસવાનું આવી જશે. તમે વિચારી રહ્યા હશો કે મલાઈકાને ટ્રોલ થતા જોઈ અર્જુન કેમ હસશે? કેમકે જે વસ્તુ માટે મલાઈકા અર્જુનને હંમેશા ટોકતી હોય છે હવે તે જ ભૂલ હવે તે જાતે કરી રહી છે.
જ્યારે મીડિયાની સામે મલાઈકા અરોરા યોગા ક્લાસ માટે જતા તેના ફોન પર કંઈક વધારે બીઝી દેખાઈ તો દર્શકોને મલાઈકાની તે વાત યાદ આવી ગઈ જેના કારણે તે અર્જુનને ટોકતી હોય છે. મલાઈકાને પસંદ નથી કે અર્જુન ફોન સાથે સમયે ચીપકાયેલા રહે. તેવામાં મલાઈકાની આ તસવીરોને જોઈને ચાહકો પણ તેની એ વાત યાદ આવી ગઈ હતી.
મલાઈકા અરોરાને ફોન સાથે ચીકાયેલા જોઈને ચાહકો તેને આવું કહીને ટ્રોલ કરી રહ્યા હતા કે મેડમ શીખ આપતા પહેલા જાતે એ વસ્તુને પહેલા કરો. તો તેમજ અન્ય યુઝરે લખ્યું હતું કે- મેડમ કેટલો ફોન ચલાવો છો તમે.. વાત કરીએ મલાઈકા અરોરાના લુકની તો અભિનેત્રીએ હાઇબન સાથે નિયોન બ્રાલેટ અને શોટ્સ પહેરેલ નજર આવી રહી છે.
મલાઈકા અરોરા તેની ટોન્ડ ફિગરને મેંટેન કરવા માટે રોજ યોગા કરતી હોય છે. સાથે જીમમાં ખુબ પરસેવો પણ વહાવતી હોય છે. ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરા તેના યોગા ક્લાસીસનો એક પણ ક્લાસ મિસ કરવો પસંદ નથી કરતી. અવાર નવાર તે યોગા ક્લાસીસની બહાર સ્પોટ થતી હોય છે.
જેટલા ફેમસ તેના એથનિક લુક અને વેસ્ટર્ન લુક છે તેનાથી પણ તેને ઘણી બધી પસંદ યોગા આઉટફિટમાં કરવામાં આવતી હોય છે. ચાહકો માટે ફિટનેસ સાથે જોડાયેલ ટિપ્સ અને ટ્રીક તેના સોશિયલ મીડિયા પર અપડેટ કરતી હોય છે. જેને જોઈને ચાહકો તે ડાયટ ફોલો પણ કરતા હોય છે.
48 વર્ષની મલાઈકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર સોશિયલ મીડિયા પર જીમની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે, જેમાં અભિનેત્રીની સ્લિમ ફિગરની દરેક લોકો વખાણ કરતા હો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અરોરા રિયાલિટી શોમાં જજ તરીકે નજર આવતી હોય છે. આ દિવસોમાં મલાઈકા ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને જજ કરી રહી છે.
View this post on Instagram