ફરી એક વખત ટ્રોલર્સના નિશાના પર આવી અભિનેત્રી મલાઈકા અરોરા, યુઝર્સ બોલ્યા પેન્ટ ઘરે ભૂલી ગઈ લાગે છે. - Chel Chabilo Gujrati

ફરી એક વખત ટ્રોલર્સના નિશાના પર આવી અભિનેત્રી મલાઈકા અરોરા, યુઝર્સ બોલ્યા પેન્ટ ઘરે ભૂલી ગઈ લાગે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના લુક માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેના જીમ અને પાર્ટી લુકના વખાણ દરેક જગ્યાએ થતા હોય છે. તેવામાં ફરી એક વખત મલાઈકા અરોરાની બોલ્ડ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં અભિનેત્રી એકદમ અલગ લુકમાં નજર આવી રહી છે. જોકે તેના આ લુકના કારણે લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Plus (@bollywoodpluslive)

મલાઈકા અરોરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મલાઈકા એક બિલ્ડીંગમાંથી બહાર આવતી દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે એક સફેદ કલરના શર્ટ સાથે હાલ્ફ સ્વેટર પહેરેલું છે. શર્ટ અભિનેત્રીએ ડ્રેસની જેમ કેરી કરેલો છે. તેની સાથે જ મલાઈકાએ પીચ કલરના શૂઝ સાથે તેના લુકને કમ્પ્લીટ કરેલું છે.

મલાઈકાના નવા લુકનો વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો મલાઈકાને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જલ્દીમાં દીદીનું પેન્ટ ઘરે જ રહી ગયું છે. તેમજ બીજા એક યુઝરે સ્વેટરને લઈને પણ કોમેન્ટ કરી હતી.
સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આવું સ્વેટર મારા દાદાજી પાસે પણ હતું. વીડિયોમાં અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, આ મહિલા ક્યારેક ઉપરના કપડાં પહેરતી હોય છે તો ક્યારેક નીચેના કપડાં પહેરતી હોય છે ક્યારેય પુરા કપડાં સાથે નથી પહેરતી. તેમજ એક યુઝરે પૂછી લીધું કે આ બોરી ક્યાંથી ઉઠાવીને લાવી છો?

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

બોલિવૂડ સ્ટાર મલાઈકાની ઉંમર 48 વર્ષની છે પરંતુ તેની સ્ટાઇલ અને ફિટનેસે લોકોને દીવાના બનાવી દીધા છે. આની પહેલા મલાઈકા અરોરાએ બ્લુ શિમરી ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. સ્લીટ ગાઉન સાથે મલાઈકાએ ડાયમંડ ઇયરિંગ, ખુલ્લા વાળ અને લાલ શેડની મેટ લિપસ્ટિક કરેલી હતી. આ લુકના મામલે મલાઈકા ખુબ જ બોલ્ડ ગજબ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઈકાનો જન્મ 23 ઓક્ટોમ્બર 1973ના રોજ થયો હતો. મલાઈકા અભિનેત્રી સાથે ખુબ જ જોરદાર ડાન્સર પણ છે. અભિનેત્રીએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન તૂટી ગયા હતા. મલાઈકા હવે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર સાથે જોવા મળતા હોય છે.

Live 247 Media

disabled