મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છુટાછેડાની આગલી રાતે અભિનેત્રી જોડે થયું હતું કંઈક આવું, જાણો.... - Chel Chabilo Gujrati

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છુટાછેડાની આગલી રાતે અભિનેત્રી જોડે થયું હતું કંઈક આવું, જાણો….

રાત્રે બેડ પર શું શું થયું હતું? જે દિવસે નિકાહ થવાના હતા ત્યારે…જાણી લો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે પ્રખ્યાત મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે.  તેનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ મુંબઈમાં થયો હતો. મલાઈકાએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1998માં આવેલી ફિલ્મ ‘દિલ સે’માં આઈટમ નંબર ‘છૈયા છૈયા’થી કરી હતી. જો કે તેણે લીડ એક્ટ્રેસ તરીકે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી,  તેમ છતાં તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. અભિનેત્રી  ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 19 વર્ષ ચાલ્યા અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

જણાવી દઈએ કે અરબાઝ ખાનથી છૂટાછેડાના ઘણા વર્ષો પછી મલાઈકા અરોરા તેની ખાસ મિત્ર કરીના કપૂરના ચેટ શોમાં પહોંચી હતી. મલાઈકાએ અરબાઝ સાથેના છૂટાછેડા ફાઈનલ થવાના હતા તેની એક રાત પહેલા જ તેના ઘરે શું થયું તે જણાવ્યું હતું.

મલાઈકાએ કહ્યું હતું- છૂટાછેડાની આગલી રાતે આખો પરિવાર મારી સાથે બેઠો હતો અને ફરી એકવાર મને પૂછ્યું કે છૂટાછેડા લેવા છે? શું તું તારા નિર્ણય પર 100% મક્કમ છે? હું લાંબા સમયથી આ સાંભળી રહી હતી અને મને લાગતું હતું કે આ તે લોકો છે જે મારી સંભાળ રાખે છે અને કાળજી રાખે છે.

અભિનેત્રીએ કહ્યું –  જ્યારે તમે વિવાહિત જીવનમાં ખુશ ન હોવ તો તમારું ગૌરવ અને આત્મસન્માન માટે તમે જે કરી શકો તે કરવું જોઈએ. મારા નિર્ણય પર બધાએ કહ્યું કે અમને તારા પર ગર્વ છે. તું  મજબૂત સ્ત્રી છે.

મલાઈકાએ તૂટેલા સંબંધો અને નવા સંબંધો વિશે પણ વાત કરી હતી.  તેણે કહ્યું- હા, કેમ નહીં? સંબંધ તૂટ્યા પછી આગળ વધવું જરૂરી છે. બ્રેકઅપ પછી કોઈને ફરીથી ડેટ કરવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. મલાઈકાએ ચેટ શોમાં તેના સાસરિયાઓ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું – તે હંમેશા મારા અને મારા કામના વખાણ કરતા હતા અને તેઓએ મને ક્યારેય કોઈ નિયમોનું પાલન કરવા દબાણ કર્યું નથી. કોઈ વિશેષ રીતે વ્યવહાર કરવા માટે મજબુર નથી કરી.

જણાવી દઈએ કે મલાઈકા અને અરબાઝે લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 1998માં લગ્ન કર્યા હતા. પરંતુ 2016માં તેઓ અલગ રહેવા લાગ્યા અને મે 2017માં તેમના છૂટાછેડાને લીગલ સ્ટેમ્પ મળી ગયો. તેમનો એક પુત્ર અરહાન ખાન છે, જે હવે મલાઈકા સાથે રહે છે.

મલાઈકાએ છૂટાછેડાના બદલામાં અરબાઝ ખાન પાસેથી રકમ તરીકે 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રિપોર્ટ અનુસાર મલાઈકા 10 કરોડ રૂપિયાથી ઓછી રકમમાં સમાધાન કરવા તૈયાર નહોતી. તેમજ અરબાઝે મલાઈકાને રકમ તરીકે 15 કરોડ રૂપિયા આપ્યા હતા. બધા જાણે છે કે અરબાઝથી છૂટાછેડા લીધા પછી મલાઈકા તેના જીવનમાં આગળ વધી ગઈ છે અને તેણે અર્જુન કપૂર સાથે રિલેશનમાં આવી ગઈ હતી. સમાચાર અનુસાર બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.

Live 247 Media

disabled