બિંદાસ અંદાજમાં કસરત કરવા માટે નીકડી મલાઈકા અરોરા, મસ્ત ચાલથી કર્યા દરેકને પ્રભાવિત - Chel Chabilo Gujrati

બિંદાસ અંદાજમાં કસરત કરવા માટે નીકડી મલાઈકા અરોરા, મસ્ત ચાલથી કર્યા દરેકને પ્રભાવિત

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

એવામાં ગત દિવસોમાં જીમમા જતી વખતે મલાઈકાને મીડિયાકર્મીઓએ કેપ્ચર  કરી હતી. હંમેશા મલાઈકા ઘરેથી નીકડે છે ત્યારે તે કેમરામાં કેદ થઇ જ જાય છે એવામાં આ વખતે પણ આવું જ કંઈક બન્યું હતું. સવાર-સવારમાં મલાઈકા હંમેશાની જેમ  સ્પોર્ટ્સ વેર પહેરીને જિમ માટે નીકડી હતી અને આ સમયે તેનો લુક હંમેશાની જેમ એકદમ હોટ દેખાયો હતો.આ વખતે મલાઈકા એકદમ બિંદાસ અંદાજમાં જોવા મળી હતી.

આ સમયે મલાઈકાએ બલ્કે સ્પોર્ટ્સ બ્રાલેટ અને બ્લેક ગ્રે શોર્ટ્સ પહેરી રાખ્યું હતું, નો-મેકઅપ લુકમાં મલાઈકાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું. આ સમયનો લુક તો ચર્ચામાં  રહ્યો જ હતો સાથે જ તેનું ડક વોક પણ ચર્ચામાં રહ્યું હતું. હંમેશા મલાઈકા જીમમાં જતી વખતે પોતાની અનોખી ચાલથી લોકોને આકર્ષિત કરતી રહે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

એટલું જ નહીં મલાઈકા અને અર્જુન કપૂર થોડા દિવસો પહેલા લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

yc.naresh

disabled