એરપોર્ટ પર ફેન્સને ગાંડા કરી દે એવા ડ્રેસમાં નીકળી પડી મલાઈકા, નવી તસવીરો ફેન્સે ઘુરી ઘૂરીને જોઈ ચુપચાપ
મેકઅપ વગર એરપોર્ટ પર જોવા મળી મલાઇકા અરોરા, ફેન્સ બોલ્યા સાઈઝ તો જો…
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાની ફેશન સેંસનો કોઇ મુકાબલો નથી. ઘણીવાર જીમ કે યોગા ક્લાસ બહાર જોવા મળતી ખૂબસુરત અભિનેત્રી મલાઇકા અરોરા આ વખતે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. જયાં તે બિલકુલ અલગ અંદાજમાં નજર આવી હતી. જેવી જ તે કારથી એરપોર્ટ પર ઉતરી ત્યારે પેપરાજીના કેમેરા તેમની તરફ વળી ગયા. મલાઇકાએ પણ પેપરાજીને નિરાશ ન કર્યા. મુંબઇ એરપોર્ટ પર મલાઇકા અરોરા આ વખતે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.
મલાઇકાએ વ્હાઇટ સ્પોર્ટ્સ્ બ્રાલેટ સાથે પ્રિંટેડ કોટ પહેર્યો હતો અને આ સાથે જ તેણે બ્લેક માસ્ક કેરી કર્યુ હતુ. આ લુકમાં મલાઇકા ખૂબ જ ગ્લેમરસ જોવા મળી હતી. જેવી જ મલાઇકા કારથી ઉતરી અને થોડી આગળ આવી ત્યારે એક મહિલા ચાહકે સેલ્ફીની રિકવેસ્ટ કરી. મલાઇકાએ ખુલ્લા દિલથી તેમની ચાહક સાથે સેલ્ફી લીધી. તે બાદ તે આગળ વધી ગઇ. એરપોર્ટની અંદર ગયા પહેલા મલાઇકાએ તેનું માસ્ક ઉતાર્યુ અને પેપરાજી તરફ સ્માઇલ સાથે પોઝ આપ્યા.
મલાઇકાનો આ દરમિયાનનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. મલાઇકાના આ અંદાજને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. પોતાની ફિટનેસ અને બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહેનારી અભિનેત્રી મલાઇકા અરોરા છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ ખબરને લઇને તે ઘણીવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે. બંનેને ઘણીવાર એકસાથે પબ્લિકલી પણ સ્પોટ કરવામાં આવે છે.
મલાઇકા અવાર નવાર તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેતી હોય એછ. તે આ દિવસોમાં ડાંસ રિયાલિટી શો “ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર”ના સિઝન 2ને જજ કરી રહી છે. આ શોને મલાઇકા સાથે સાથે ગીતા કપૂર અને ટેરેંસ લુઇસ પણ જજ કરી રહ્યા છે. આ ઉપરાંત મલાઇકા આ દિવસોમાં અભિનેતા અને મોડલ મિલિંદ સોમન સાથે એમટીવી શો “સુપરમોડલ ઓફ ધ યર 2” પણ જજ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલા જ મલાઇકા અરોરા, કપિલ શર્માના શોમાં પહોંચી હતી. તેની સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ટેરેંસ લુઇસ પણ હતા. કપિલ સાથે સાથે ગીતા મા અને ટેરેંસ પણ મલાઇકાની ખેંચતા જોવા મળ્યા હતા. ગીતાએ મલાઇકાની ચાલવા પર મજાક ઉડાવતા કહ્યુ કે, જયારે તેમની સામે કેમેરામેન આવે છે તો મલાઇકા મેમની ચાલ બદલાઇ જાય છે.
View this post on Instagram