મેકઅપના થથેડા વિના આવી દેખાય છે 48 ઉંમરની મલાઈકા અરોરા, તસવીરો જોતા જ શ્વાસ ચડી જશે
બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર સેર કરતી રહે છે. મલાઈકા અર્જુન કપૂર સાથે પોતાના વેકેશનના દિવસોની પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.
View this post on Instagram
મલાઇકાને જો કે મેકઅપ કરવો ખુબ પસંદ છે, તે સુંદર અને સ્ટાઈલિશ દેખાવા માટે પોતાના કપડાના અનુસાર મેકઅપ કરવાનું પસંદ કરે છે. પણ આ વખતે મલાઈકાએ પોતાની નો મેકઅપ અને નો ફિલ્ટર તસ્વીર સેર કરી છે, જેમાં પણ મલાઈકા ખુબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
મલાઈકાના આ ફોટોશૂટમાં તેણે વ્હાઇટ ફ્લોરલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે અને પોતાના વાળને ખુલ્લા રાખીને ખુરશી પર પોઝ આપતી દેખાઈ રહી છે. તસવીરની સાથે મલાઈકાએ ‘નો ફિલ્ટર’ કૈપ્શન પણ લખ્યું છે. 48 વર્ષની મલાઈકાએ તસવીરમાં બિલકુલ મેકઅપ નથી કર્યો છતાં પણ તે કોઈથી કમ નથી લાગી રહી.
તસવીરને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તસવીર પર ફરાહ ખાને લખ્યું કે,”તું આટલી સુંદર દેખાય છે…” ડિઝાઈનર મસાબા ગુપ્તાએ પણ લખ્યું કે,”બ્યુટીફૂલ મલાઈકા.” 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા આજની અભિનેત્રીઓને માત આપે છે અને પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે.