નાનકડા ફ્રોકમાં દેખાઈ 48 વર્ષની મલાઈકા, ચાહકો બોલી ઉઠ્યા આ તો 18 ની દેખાઈ રહી છે હોટ અને બોલ્ડ
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા દિવસેને દિવસે વધુ સુંદર બની રહી છે. મલાઈકાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને તે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેના રોજિંદા જીવનની ઝલક શેર કરતી રહે છે. બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરા તેના ચાહકોને અપડેટ કરવાનું ક્યારેય ચૂકતી નથી કારણ કે દરેક વખતે તેની નવી અને સ્ટાઇલિશ સ્ટાઈલ ચાહકોના હોશ ઉડાવી દે છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહેનારી મલાઈકા અરોરાએ ફરી એકવાર પોતાની ગ્લેમરસ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.
View this post on Instagram
મલાઈકા અરોરા તેની સ્ટાઈલ માટે જાણીતી છે. તેને ફેશન આઇકોન કહેવામાં આવે છે. શિયાળો પૂરો થતાં જ મલાઈકાએ હવે પોતાનો સમર લૂક શેર કર્યો છે. તેની પોસ્ટ જોઈને લાગે છે કે તે ઉનાળાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. ફેન્સ તેના લુકની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. તસવીરમાં હોટ અને ગ્લેમરસ મલાઈકા શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. 48 વર્ષીય અભિનેત્રી દરેક વખતે ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહે છે.
View this post on Instagram
મલાઈકાએ એક પછી એક તસવીરો શેર કરીને લોકોને હેરાન કરી દીધા છે. મલાઇકા વ્હાઇટ અને બ્લેક શોર્ટ ડ્રેસમાં અદભુત લાગી રહી છે. તેણે આંખો પર ગોગલ્સ કેરી કર્યા છે અને વાળ દુપટ્ટાથી બાંધેલા છે. આ તસવીર શેર કરીને ફરી એકવાર મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. આ તસવીર પર ચાહકો રેડ હાર્ટ અને હોટ ઈમોજીસ પોસ્ટ કરીને મલાઈકા પર પ્રેમ વરસાવી રહ્યા છે.
View this post on Instagram
એક પ્રશંસકે પોસ્ટ પર ‘કિલર’ અને એકે ‘બ્યુટી ક્વીન’ કમેન્ટ કરી છે. ત્યાં જ એક યુઝરે લખ્યું, ‘એક ક્યૂટ બાળક લાગે છે’. જણાવી દઇએ કે, મલાઈકા ટીવી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં વ્યસ્ત છે. આ સિવાય તે પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી હેડલાઈન્સ બનાવે છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનમાં સૌથી ચર્ચિત કપલ છે. બંને ઘણીવાર પેપરાજી દ્વારા તેમના કેમેરામાં કેદ થાય છે.