અર્જુન કપૂર વગર મોડી રાત્રે સ્ટ્રેપી બેકલે ડ્રેસમાં મલાઇકા અરોરાનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, જોતા જ અટકી ગઇ લોકોની નજર

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કેટલાક દિવસ પહેલા જ મુંબઈમાં શૂટ બાદ જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકાનો બોલ્ડ લુક ચર્ચાનો વિષય બન્યો છે. મલાઈકા અરોરા આ દરમિયાન બેકલે ડ્રેસમાં જોવા મળી હતી અને તે ખૂબ જ બોલ્ડ પણ લાગી રહી હતી. આ દરમિયાન અર્જુન કપૂર મલાઈકા સાથે ન હતો. મલાઇકા જે મોડી રાતના શૂટિંગ પછી જોવા મળી હતી, તેથી અભિનેત્રીની ટીમ તેની સંભાળ લઇ રહી હતી. મલાઈકાના સ્ટ્રેપી બેકલે લૂક પર દરેકની નજર અટકી ગઈ છે.

મલાઈકા અરોરા તેના સિઝલિંગ લુક પર સોશિયલ મીડિયા પર ખૂબ પ્રભુત્વ ધરાવે છે. મલાઈકા અરોરા બેકલે ડ્રેસ સ્ટાઇલ અને ફેશનના સંદર્ભમાં નવા બેન્ચમાર્ક સેટ કરે છે. હવે ફરી એકવાર મલાઈકા અરોરા આવી જ આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે.તમે તસવીરોમાં જોઈ શકો છો કે મલાઈકાએ તેના ફેશન સ્ટેટમેન્ટનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે તેને ચાલવા માટે તેની આખી ટીમની મદદ લેવી પડી હતી. આ દરમિયાન કોઈએ હાઈ હીલ્સના કારણે મલાઈકાનો હાથ પકડ્યો હતો, તો કોઈ તેના ગાઉનને સંભાળતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે મલાઈકા અરોરા બેકલે ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળી હોય, પરંતુ આ પહેલા પણ ઘણી વખત અભિનેત્રી આવી હિંમતભરી અંદાજમાં જોવા મળી છે. મલાઈકા અરોરા ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના અપડેટ્સ શેર કરતી રહે છે. તે અવાર નવાર તેના ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Jinal Angel (@jinal_angel_1507)

જ્યારે પણ બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીની વાત આવે છે ત્યારે મલાઈકા અરોરાનું નામ સામે આવે છે. મલાઈકા પોતાને ફિટ બનાવવા માટે યોગ્ય એક્સરસાઇઝ ડાયટ ફોલો કરે છે. તેના ફેન્સ તેની ફિટનેસને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પેહલા જ મલાઈકા અરોરાનો કાર અકસ્માત થયો હતો, જેના પછી તે એક દિવસ હોસ્પિટલમાં રહી હતી.

વાસ્તવમાં તે પુણેથી એક શોમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. મલાઈકા પોતાને ફિટ રાખવા માટે દરરોજ કસરત કરે છે અને યોગ્ય ડાયટ ફોલો કરે છે. તેના યોગા અને વ્યાયામના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

disabled