12 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહેલી મલાઇકા અરોરાની ફિટનેસ છે લાજવાબ, આજે પણ જુવાન અભિનેત્રીઓ આનું ફિગર જોઈને શરમ અનુભવે છે - Chel Chabilo Gujrati

12 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહેલી મલાઇકા અરોરાની ફિટનેસ છે લાજવાબ, આજે પણ જુવાન અભિનેત્રીઓ આનું ફિગર જોઈને શરમ અનુભવે છે

મલાઇકા અરોરા બોલિવુડની એ અભિનેત્રીઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. અભિનેત્રી કલાકો સુધી જીમમાં પરસેવો વહાવે છે. બીજી બાજુ તે ઘણીવાર તેની ફિટેડ બોડી પણ કેમેરા સામે ફ્લોન્ટ કરતી નજર આવે છે, જેને જોઇ ચાહકો પણ મલાઇકા અરોરાના દીવાના થઇ જતા હોય છે. 48 વર્ષની ઉંમરે પણ મલાઇકા અરોરા આજની યંગ અભિનેત્રીઓને ફિટનેસની બાબતે માત આપે છે. મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર તે તેના યોગ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

તે તેની સ્લિમ ફિગરની તસવીરો પણ શેર કરે છે. જીમ ઉપરાંત તે યોગા પણ કરે છે અને ડાયટનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. અભિનેત્રીના બધા જીમ લુક શાનદાર હોય છે. તે ઘણા લોકોને ફિટ રહેવાની પ્રેરણા પણ આપતી જોવા મળે છે. મલાઇકા દરરોજ જીમ કે યોગા ક્લાસ જાય છે અને આ દરમિયાન પેપરાજી તેને જોઇને તેની તસવીરો કેદ કરવા લાગી જતા હોય છે.

તે કેમેરાની સામે ઘણીવાર તેની ફિટ અને કર્વી બોડીને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે. મલાઇકા જીમ આઉટફિટ અવાર નવાર બધાનું ધ્યાન ખેંચે છે. તેના માટે ઉંમર ખાલી નંબર છે અને આ તેણે તેની ફિટનેસ અને બોલ્ડનેસથી સાબિત કર્યુ છે. થોડા સમય પહેલા તેની નિયોન રંગની સ્પોર્ટ્સ બ્રા અને મેચિંગ શોર્ટ્સમાં તસવીરો વાયરલ થઇ હતી.

આ તસવીરોમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. જો કે, તે ખાલી ફિટનેસ માટે ફેમસ નથી પરંતુ જીમ લુક માટે પણ ઘણી પ્રશંસા મેળવે છે. તેની પાસે સારુ એવું જીમ વેરનું કલેક્શન છે. તે ઘણીવાર અલગ અલગ જીમ વેરમાં તેની ટોન્ડ બોડી અને તેના શોર્ટ્સમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મલાઈકા અરોરાએ એક્ટિંગ કરતાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં વધુ નામ કમાવ્યું છે. મલાઈકાના નવા ફેશન સ્ટેટમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સ અદભૂત છે. તે દરેક લુકમાં લોકોને ઘાયલ કરે છે. મલાઈકા ઘણીવાર પોતાના પર અલગ-અલગ લુક અજમાવતી હોય છે જે ચર્ચામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે જ્યારે કોઈ તેની પોસ્ટ પર ગંદી કોમેન્ટ કરે છે તો તેના પેરેન્ટ્સ ખૂબ દુઃખી થાય છે અને તેને આ વિશે જણાવે છે. પરંતુ, મલાઈકા પણ પેરેન્ટ્સને સમજાવીને શાંત કરે છે. પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન મલાઈકાએ જણાવ્યું કે તેણે તેના પેરેન્ટ્સને આ બધી બાબતોને નજરઅંદાજ કરવા કહ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે મલાઈકા 48 વર્ષની થઈ ગઈ છે અને હજુ પણ એટલી ફિટ છે કે તે આજકાલની હિરોઈન સાથે સ્પર્ધા કરતી જોવા મળી રહી છે. જેના કારણે મલાઈકા હંમેશા ટોક ઓફ ધ ટાઉન બની રહે છે. મલાઈકા અરોરાના કેટલાક ગીતો એવા છે જેણે તેને એક અલગ ઓળખ આપી.

જેમ કે બોલિવૂડના સ્પેશિયલ ડાન્સ સોંગ ‘છૈયા છૈયા’, ‘અનારકલી’ અને ‘મુન્ની બદનામ’ વગેરે ગીતોથી તેણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. હાલમાં, મલાઈકા તેના કરતા ઉંમરમાં નાના અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રખ્યાત ચહેરો છે.

મલાઈકા ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળી હોય, પરંતુ તે હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે.મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે, તે તેના સ્ટાઇલિશ લુકથી લાઈમલાઈટ ચોરી લે છે. જણાવી દઇએ કે, મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, તેમના લગ્નથી લઈને છૂટાછેડા સુધી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અને અરબાઝની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી.

અહીંથી તેમની નિકટતા વધી અને થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ મલાઈકા અને અરબાઝે વર્ષ 1998માં લગ્ન કરી લીધા.આ લગ્નથી અરબાઝ અને મલાઈકાના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો હતો. જો કે, લગ્નના 19 વર્ષ પછી, મલાઈકા અને અરબાઝના 2017 માં છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી મલાઈકાને પુત્ર અરહાનની કસ્ટડી મળી ગઈ હતી.

મલાઇકા અરોરાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર એકસાથે પાર્ટી, ઇવેન્ટ, લંચ ડેટ કે ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે. ઘણીવાર તેઓ વેકેશન પર પણ સાથે જતા જોવા મળે છે. અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો, મલાઇકાએ ઘણી ફિલ્મોમાં આઇટમ મંબર કર્યા છે. આ ઉપરાંત તેણે ફિલ્મોમાં કેમિયો પણ કર્યા છે. જો કે, હવે અભિનેત્રી રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.

Live 247 Media

disabled