જયારે મલાઇકાએ અરહાન સાથે નાઇટીમાં શેર કરી હતી તસવીર, લોકોએ કર્યા હતા અભદ્ર કમેન્ટ્સ

દીકરાના પેન્ટની ચેન ખુલ્લી હતી અને પછી જે થયું હે ભગવાન…!!!

મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાનનો જન્મદિવસ થોડા સમય પહેલા જ ગયો હતો. તેણે પોતાનો 18મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દિવસે બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી.

મલાઇકાએ જે તસવીર શેર કરી હતી તેમાં તે અરહાન ખાન સાથે અને એક ડોગી સાથે જોવા મળી હતી. આ તસવીરને લઇને લોકોએ અરહાન ખાનને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. આ તસવીરમાં મલાઇકાના લાડલા અરહાનના પેન્ટની ચેન ખુલ્લી હતી અને તે જ કારણે તે ટ્રોલ થયો હતો.

આ તસવીર પર યુઝર્સ એક ઉપર એક કમેન્ટ કરી અરહાન ખાનની મજાક ઉડાવી રહ્યા હતા. એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, પેન્ટની ચેન ખુલ્લી છે, ત્યાં બીજા યુઝરે મલાઇકા પર સકંજો કસતા કહ્યુ કે, પેન્ટની ચેન તો લગાવતા શિખવાડો પહેલા, બીજા એક યુઝરે કહ્યુ કે, બાળકની ચેન ખુલ્લી છે.

મલાઇકા અરોરા જયારે તેનો 47મો બર્થ ડે મનાવી રહી હતી ત્યારે તણે દીકરા અરહાન સાથે પ્રી-બર્થ ડે સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. આમ તો મલાઇકા તેના અફેરને લઇને ઘણી ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેણે અરહાન સાથે જે તસવીર શેર કરી હતી તેને કારણે તે ટ્રોલ થઇ હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મલાઇકાએ એકવાર દીકરા અરહાન સાથે તસવીર શેર કરી હતી. જેમાં તે દીકરા સાથે બેડ પર જોવા મળી હતી. તસવીરમાં તે નાઇટીમાં જોવા મળી હતી.

મલાઇકા અને અરહાનની આ તસવીર જોઇ ટ્રોલર્સ ખૂબ જ ગુસ્સે થઇ ગયા હતા અને તેઓએ આ તસવીરને લઇને મલાઇકાને ખૂબ ટ્રોલ કરી હતી. તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે અને તે આ કારણે ઘણીવાર ટ્રોલ થઇ ચૂકી છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની ઉંમરમાં પણ ઘણુ અંતર છે.

disabled